મુંબઈ: સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને ફરી એકવાર મોટી સફળતા મળી છે. બહુચર્ચિત આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે છઠ્ઠા આરોપીની ધરપકડ કરી છે, જેની ધરપકડ હરિયાણાના ફતેહાબાદથી કરવામાં આવી છે. પોલીસના હાથે ઝડપાયેલા આ છઠ્ઠા આરોપીનું નામ હરપાલ સિંહ જણાવવામાં આવી રહ્યું છે. સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસમાં હરપાલની ભૂમિકા ફાઇનાન્સરની હોવાનું કહેવાય છે. હરપાલે પાંચમા આરોપી રફીક ચૌધરીને પણ પૈસા આપ્યા હતા અને રેકી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છઠ્ઠા આરોપીની ધરપકડ - SALMAN KHAN FIRING CASE - SALMAN KHAN FIRING CASE
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસમાં છઠ્ઠા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેની ઉત્તર ભારતના આ રાજ્યમાંથી ધરપકડ કરી છે.
Published : May 14, 2024, 1:12 PM IST
શું છે આખો મામલો?:તમને જણાવી દઈએ કે, 14 એપ્રિલે સવારે 5 વાગ્યે સાગર પાલ અને વિકી ગુપ્તા બાઇક પર સલમાન ખાનના ઘરની બહાર પહોંચ્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તે જ સમયે એક ગોળી સલમાનના ઘરની દિવાલ પર પણ વાગી હતી. ફાયરિંગ કર્યા બાદ બંને આરોપીઓ મુંબઈથી સીધા ગુજરાત ગયા હતા, જ્યાં ભુજ પોલીસે બંનેને કચ્છમાંથી પકડીને મુંબઈ પોલીસને હવાલે કર્યા હતા. ગુજરાત જતી વખતે આ બંને આરોપીઓએ સુરતની તાપી નદીમાં બંદૂક ફેંકી હતી, જે રીકવર કરવામાં આવી છે. બંને આરોપીઓ મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે, જેમણે સમગ્ર પ્લાનનો ખુલાસો કર્યો છે.
એક વ્યક્તિએ જેલમાં કરી આત્મહત્યા:સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસના આરોપી અનુજ થાપને જેલમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અગાઉ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પંજાબમાંથી મોહમ્મદ રફીકની ધરપકડ કરી હતી, જેણે પૂછપરછ દરમિયાન છઠ્ઠા આરોપી હરપાલનું નામ આપ્યું હતું.