ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

જુઓ અરિજિત સિંહનો ક્રેઝ, આરોપી તરીકે કોર્ટમાં પહોંચ્યા, પરંતુ જજે પણ સેલ્ફી લેવાનું શરૂ કરી દીધું - ARIJIT SINGH APPEARS IN COURT - ARIJIT SINGH APPEARS IN COURT

પશ્ચિમ બંગાળની બહેરામપુર કોર્ટમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે બોલિવૂડના પ્રખ્યાત ગાયક અરિજીત સિંહ કોર્ટમાં હાજર થવા પહોંચ્યા. જાણે અહીં તેમની સાથે સેલ્ફી લેવાની સ્પર્ધા ચાલતી હોય. સામાન્ય લોકો અને વકીલો જ નહીં, પરંતુ ન્યાયાધીશો પણ તેની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. અરિજીત 2013માં એક પત્રકારને થપ્પડ મારવાના કેસમાં આરોપી છે.

ગાયક અરિજીત સિંહ
ગાયક અરિજીત સિંહ (ETV Bharat West Bengal Desk)

By ETV Bharat Gujarati Team

Published : Jul 11, 2024, 5:53 PM IST

બહેરામપુર: 2013માં એક પત્રકારને થપ્પડ મારવાનો આરોપમાં બોલિવૂડના ફેમસ પ્લેબેક સિંગર અરિજિત સિંહ બહેરામપુર કોર્ટમાં પહોંચ્યો ત્યારે ત્યાં સેલ્ફી લેતા લોકોની કતાર લાગી ગઈ હતી અને તેના કારણે ગાયકને ઘણી પરેશાની થઈ હતી. મંગળવારે સિંગર કોર્ટ રૂમમાંથી બહાર આવતાની સાથે જ ડિસ્ટ્રિક્ટ જજથી લઈને વકીલો, કર્મચારીઓ અને સામાન્ય લોકોએ અભિજીત સાથે તેમના ફોટા ક્લિક કરાવ્યા હતા.

શું છે સમગ્ર મામલો:અરિજીત સિંહ પર 2013માં એક પત્રકારને થપ્પડ મારવાનો આરોપ હતો. ત્યારપછી તેની સામે બહેરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે કેસની સુનાવણી માટે સિંગરને મંગળવારે કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.

ચાહકોએ તેને કોર્ટ પરિસરમાં ઘેરી લીધો: જો કે, તેમના ગીતના રેકોર્ડિંગને કારણે તેઓ સોમવારે સુનાવણીમાં હાજર રહી શક્યા ન હતા. ત્યારબાદ તેને મંગળવારે ફરી હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કરનાર કલાકાર મંગળવારે સવારે જિલ્લા સેકન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થવા ગયા હતા. પરંતુ તેને જોતાની સાથે જ તેના ચાહકોએ તેને કોર્ટ પરિસરમાં ઘેરી લીધો હતો.

અરિજીતની એક ઝલક મેળવવા માટે પડાપડી: કોર્ટમાં હાજર લોકો અરિજીતની એક ઝલક મેળવવા માટે દોડી આવ્યા હતા. કોર્ટ સ્ટાફ, વકીલો અને ન્યાયાધીશ પણ સ્ટાર ગાયક સાથે સેલ્ફી લેવાનું ચૂક્યા ન હતા. જિલ્લા ન્યાયાધીશ ભાસ્કર ભટ્ટાચાર્ય અને અન્ય વકીલોએ કોર્ટ રૂમમાંથી બહાર આવ્યા બાદ અરિજિત સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો.

સેલ્ફી લેનાર જજ પણ સવાલોના ઘેરામાં: સુનાવણીમાં હાજર થતા પહેલા અરિજિત સિંહે એક પછી એક પોતાના ચાહકોની માંગ પૂરી કરવી પડી હતી. બહેરામપુર કોર્ટમાં ગાયક સાથેની આ ઉન્માદની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે આના પર ચર્ચા શરૂ થઈ છે અને નેટીઝન્સને આ ઘટના પસંદ આવી નથી. આ ઉપરાંત આરોપી ગાયક સાથે સેલ્ફી લેનાર જજ પણ સવાલના ઘેરામાં છે.

5 ઓગસ્ટે આ કેસની ફરી સુનાવણી થશે: અરિજિત સિંહ ફેન્સ સાથે સેલ્ફી ક્લિક કર્યા બાદ કોર્ટમાં હાજર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, જિલ્લા સેકન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં 5 ઓગસ્ટે આ કેસની ફરી સુનાવણી થશે. ગાયકને 5 ઓગસ્ટે ફરીથી કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

  1. એ હાલો... કિંજલ દવેના સૂરે આખો અંબાણી પરિવાર ગરબે ઝૂમ્યો - ANANT RADHIKA sangeet ceremony

ABOUT THE AUTHOR

...view details