ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

'Maidaan' New Track 'Mirza' : 'મેદાન' નું નવું લવ સોંગ 'મિર્ઝા', અજય દેવગન પ્રિયામણીની હૃદયસ્પર્શી કેમેસ્ટ્રી - Maidaan New Track Mirza

અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મેદાન' નું લવ સોંગ મિર્ઝા રિલીઝ થયું છે. જેમાં અજય દેવગન અને પ્રિયામણિની અદભુત કેમેસ્ટ્રી ચાહકો અને સંગીતપ્રેમીઓને ખૂબ જ પસંદ આવી રહી છે.

'મેદાન' નું નવું લવ સોંગ 'મિર્ઝા'
'મેદાન' નું નવું લવ સોંગ 'મિર્ઝા'

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 12:41 PM IST

મુંબઈ :મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મેદાન' રિલીઝ થાય તેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મ માટે ઉત્તેજના વધારતા નિર્માતાઓએ ફિલ્મનું હૃદય સ્પર્શી લવ સોંગ 'મિર્ઝા' રિલીઝ કર્યું છે. આ સોંગને સોશિયલ મીડિયા પર રિલીઝ કરતી વખતે મેકર્સે કેપ્શન લખ્યું, 'ખુશીનો માહોલ સર્જાયો છે, કારણ કે ઘર આવી ગયા છે, મિર્ઝા' આ લવ ટ્રેકમાં અજય દેવગન અને પ્રિયામણિની કેમેસ્ટ્રી અદભુત લાગી રહી છે.

'મેદાન'નું નવું સોંગ 'મિર્ઝા' : રિચા શર્મા અને જાવેદ અલીએ ગાયેલું મિર્ઝા ગીત એ. આર. રહેમાન દ્વારા રચિત છે અને મનોજ મુંતશીરે લખ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું હતું, જેમાં અજય દેવગન એક ટીમ બનાવતો જોવા મળે છે. જેમાં ઝૂંપડપટ્ટીના યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમને વિશ્વ સ્તરે રમવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. ટ્રેલરમાં અજય દેવગનનો ડાયલોગ છે કે, 'આપણે સૌથી મોટા દેશ નથી, ન તો સૌથી અમીર, અડધી દુનિયા આપણને ઓળખતી નથી, ફૂટબોલ આપણી ઓળખ બનાવી શકે છે કારણ કે આખી દુનિયા ફૂટબોલ રમે છે. તેથી ભારતે આગામી 10 વર્ષ માટે વિશ્વ કક્ષાની ટીમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

અજય દેવગનની પોસ્ટ :ટ્રેલર શેર કરતા અજય દેવગને કહ્યું કે, એક ટીમ જેણે દરેક પગલા સાથે પોતાનો વારસો બનાવ્યો, એક વ્યક્તિ જેણે પોતાનું જીવન ફૂટબોલને સમર્પિત કર્યું અને એક એવું મેદાન જ્યાં આખી દુનિયાએ આ બધું જોયું... ભારતીય ફૂટબોલના સુવર્ણ સમયગાળાને જીવંત કર્યો...

સત્ય ઘટના પર આધારિત ફિલ્મ : 'મેદાન' ફિલ્મના ટ્રેલરથી ફિલ્મ પ્રેમીઓને SRK ની 'ચક દે! ઈંડિયા' અને અક્ષય કુમારની 'ગોલ્ડ' જેવી ફિલ્મોની યાદ અપાવી છે. બંને ફિલ્મોમાં SRK અને અક્ષયે હોકી કોચની ભૂમિકા ભજવી હતી અને તેમની ટીમને ઐતિહાસિક રેકોર્ડ બનાવવામાં મદદ કરી હતી. એક સત્ય ઘટના પર આધારિત 'મેદાન' નું દિગ્દર્શન અમિત રવિન્દરનાથ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં પ્રિયામણી અને ગજરાજ રાવ સાથે બંગાળી અભિનેતા રુદ્રનીલ ઘોષ પણ વિશેષ ભૂમિકામાં છે. આ ફિલ્મ 10 એપ્રિલ 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

  1. Pushpa 2: અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પા 2: ધ રૂલ ફિલ્મમાંથી પહેલું સિંગલ ટૂંક સમયમાં આવશે
  2. SS Rajamouli Watched RRR In Japan : રાજામૌલીને જાપાનમાં મળી 83 વર્ષની જાપાની ફેન, મહિલા ચાહક તરફથી આ ખાસ ભેટ મળી

ABOUT THE AUTHOR

...view details