મુંબઈઃકારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું. BSE પર સેન્સેક્સ 625 પોઈન્ટના ઘટાડા સાથે 79,522.95ની સપાટી પર ખુલ્યો છે. જ્યારે NSE પર નિફ્ટી 0.75 ટકાના ઘટાડા સાથે 24,230.95ની સપાટી પર બંધ થયો.
બજાર ખૂલતાંની સાથે જ SBI લાઇફ ઇન્સ્યોરન્સ, L&T, ટાટા મોટર્સ, નેસ્લે અને HUL નિફ્ટી પર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ અને શ્રીરામ ફાઇનાન્સ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતીય રૂપિયો બુધવારના 83.71 ના બંધ સ્તરની સરખામણીમાં ગુરુવારે પ્રતિ ડૉલર 83.70 પર ખૂલ્યો હતો.