નવી દિલ્હી: RBI ગવર્નર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને લઈને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સુત્રોએ પુષ્ટી કરી છે કે આ કોઈ ઈમરજન્સીની સ્થિતિ નથી.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસને સામાન્ય સમસ્યાને કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શક્તિકાંત દાસને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરબીઆઈના પ્રવક્તાએ કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને એસીડીટીની સમસ્યા થઈ હતી અને તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં નિરીક્ષણ માટે દાખલ કરવામાં આવ્યા છે. હવે તેમની તબિયત સારી છે અને આગામી 2-3 કલાકમાં તેમને રજા આપવામાં આવશે. ચિંતા કરવાની કોઈ વાત નથી.
સરકાર શક્તિકાંત દાસનો કાર્યકાળ બીજી વખત વધારી શકે
હાલમાં જ રોયટર્સનો એક રીપોર્ટ સામે આવ્યો છે કે ભારત સરકાર સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ બીજી વખત લંબાવી શકે છે. જેનાથી તેઓ 1960 પછી સૌથી વધુ સમય સુધી સેવા આપનાર પ્રમુખ બનશે. ડિસેમ્બર 2018 માં ભારતીય રિઝર્વ બેંકનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત થયા પહેલા, શક્તિકાંત દાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વહીવટમાં સૌથી વિશ્વાસુ અમલદારોમાંના એક હતા.
શક્તિકાંત દાસનો વર્તમાન કાર્યકાળ 10 ડિસેમ્બરે પૂરો થવાનો છે. તેઓ તાજેતરના દાયકાઓમાં મહત્તમ પાંચ વર્ષથી વધુ સમય માટે આરબીઆઈ ગવર્નર રહ્યા છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમયે અન્ય કોઈ ઉમેદવારની વિચારણા કરવામાં આવી રહી નથી અને કોઈ પસંદગી સમિતિની રચના કરવામાં આવી નથી. અને શક્તિકાંત દાસનો કાર્યકાળ ઓછામાં ઓછો એક વર્ષ લંબાવવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: