મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 376 પોઈન્ટના ઘટાડા સાથે 80,227.85ની સપાટી પર ખુલ્યો હતો. NSE પર નિફ્ટી 0.35 ટકાના ઘટાડા સાથે 24,445.75ની સપાટી પર ખુલ્યો.
રેડ ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 376 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,445ની સપાટીએ - stock market live update
કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 376 પોઈન્ટના ઘટાડા સાથે 80,227.85ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 0.35 ટકાના ઘટાડા સાથે 24,445.75ની સપાટી પર ખુલ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો...stock market update
Published : Jul 22, 2024, 9:30 AM IST
શુક્રવારની બજાર: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 738 પોઈન્ટના ઘટાડા સાથે 80,343.46ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 1.11 ટકાના ઘટાડા સાથે 24,525.60ની સપાટી પર બંધ થયો હતો.
શેરબજારના કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્ટીમાં ઇન્ફોસિસ, ITC, LTIMindtree, Asian Paints, SBI ટોપ ગેઇનર્સમાં હતા. જ્યારે, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો, બીપીસીએલ, ઓએનજીસી ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા. તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા.