મુંબઈ :આજે કારોબારી સપ્તાહના બીજા દિવસ 6 ઓગસ્ટ, મંગળવારના રોજ ભારતીય શેરબજાર મજબૂત વલણ સાથે લીલા નિશાન પર ખુલ્યું છે. BSE Sensex ગત 78,759ની સપાટી પર બંધ સામે 222 પોઈન્ટના ઉછાળા સાથે 78,981ની સપાટી પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty પણ ગત 24,055 બંધ સામે 134 પોઇન્ટ વધીને 24,189 પર ખુલ્યો હતો.
તાબડતોડ તેજી સાથે ખુલ્યું શેરબજાર : Sensex 950 પોઈન્ટ ઉછળ્યો, Nifty 24,300 પાર - Stock Market Update - STOCK MARKET UPDATE
કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર મજબૂત વલણ સાથે લીલા નિશાન પર ખુલ્યું છે. BSE Sensex 222 પોઈન્ટ અને NSE Nifty પણ 134 પોઇન્ટ વધીને ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં જ શાનદાર તેજી સાથે સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 950 અને 306 પોઈન્ટ ઉછળ્યા છે. stock Market update
Published : Aug 6, 2024, 9:48 AM IST
ભારતીય શેરબજાર : બજાર ખુલતાની સાથે જ તમામ મુખ્ય સૂચકાંકમાં તેજીનું વલણ નોંધાયું છે. Sensex આશરે 1,028 પોઈન્ટનો જંપ લઈને ડે હાઈ નોંધાવી છે. બીજી તરફ Nifty પણ 306 પોઇન્ટ ઉછળીને 24,300 પાર થયો છે. NIFTY BANK પણ 403 પોઇન્ટ ઉછળીને 50,500 પાર થયો છે. Sensex પર લિસ્ટેડ કંપનીઓમાં ટાટા મોટર્સ, લાર્સન, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને વિપ્રોના સ્ટોક ટોપ ગેઈનર રહ્યા છે.
કોમોડિટી અને કરન્સી બજાર :ડોલર ઇન્ડેક્સ 102.5 ની નજીક સ્થિર થવા સાથે 7 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છે. ક્રૂડ ઓઇલ મામૂલી વધારા સાથે 77 ડોલરને પાર થયો હતો. જ્યારે ભારે વધઘટ વચ્ચે છેલ્લા સત્રમાં સોનું 34 ડોલર ઘટ્યું હતું. બીજી તરફ ચાંદીમાં 5.5%નો ઘટાડો નોંધાયો છે. કોપર 5 મહિનાના નીચા સ્તરે છે. લેડ ઓક્ટોબર 2022 નીચા સ્તરે છે.