મુંબઈ:કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોન પર ખુલ્યું હતું. રેકોર્ડબ્રેકીંગ શરૂઆત બાદ ભારતીય શેરબજારમાં ફરી નવો ઈતિહાસ રચાયો છે. આજે સોમવારે નિફ્ટી પ્રથમ વખત 25,900 પાર ગયો છે. બીજી તરફ સેન્સેક્સ પણ પ્રથમ વખત 84,800ને પાર કરી ગયો છે. સેન્સેક્સ 84843.72 નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો અને નિફ્ટી પણ 25,903 ના મથાળે પહોંચી રેકોર્ડ નોંધાવ્યો છે.
- સોમવારે ભારતીય રૂપિયો 9 પૈસા વધીને 83.48 પ્રતિ ડૉલર પર ખૂલ્યો હતો અને શુક્રવારે 83.57 પર બંધ થયો હતો.