મુંબઈઃકારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ઉછાળા સાથે ગ્રીન ઝોન પર ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 191 પોઈન્ટના ઉછાળા સાથે 81,096.83 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.38 ટકાના વધારા સાથે 24,863.40 પર ખુલ્યો હતો.
માર્કેટ ખુલતાની સાથે જ ટાટા ક્નઝ્યુમર, ઈનફોસિસ, ટાટ સ્ટીલ, ઓએનજીસી અને ગ્રાસીમ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે પાવરગ્રીડ, શ્રી રામ ફાઈનાન્સ, એમએન્ડએમ અને ડિવાઈસ લેબ રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.
બુધવારનો કારોબાર: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 102 પોઈન્ટના ઉછાળા સાથે 80,905.30 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.33 ટકાના વધારા સાથે 24,779.65 પર બંધ થયો હતો.
નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન ડિવિસ લેબ્સ, ટાઇટન કંપની, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, એચડીએફસી લાઇફ અને સિપ્લા ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા, જ્યારે ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ અને ઓએનજીસી ટોચના લિસ્ટમાં સામેલ હતા.
સેક્ટોરલ મોરચે, રિયલ્ટી ઇન્ડેક્સ 1 ટકા અને બેન્ક ઇન્ડેક્સ 0.3 ટકા ઘટ્યો હતો, જ્યારે એફએમસીજી, હેલ્થકેર, મેટલ, ટેલિકોમ અને મીડિયા 0.5-1 ટકા વધ્યા હતા, જ્યારે બીએસસી મિડકેપ ઈન્ડેક્સ 0.4 ટકા વધ્યા હતા અને સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 1 ટકાથી વધ્યા હતા.
- રેડ ઝોનમાં ખુલ્યું ભારતીય શેરબજાર, Sensex 135 પોઇન્ટ તૂટ્યો - Stock Market Update