ગુજરાત

gujarat

ETV Bharat / business

રેડ ઝોનમાં ખુલ્યું ભારતીય શેરબજાર : Sensex અને Nifty સુસ્ત, કોમોડિટી બજારમાં એક્શન - STOCK MARKET UPDATE

આજે ભારતીય શેરબજારમાં સપાટ ખુલ્યું છે. શરુઆતી કારોબારમાં જ નબળા વલણ સાથે BSE Sensex 81,478, જ્યારે NSE Nifty પણ ઘટીને 24,985 પર ખુલ્યો છે.

રેડ ઝોનમાં ખુલ્યું ભારતીય શેરબજાર
રેડ ઝોનમાં ખુલ્યું ભારતીય શેરબજાર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2024, 9:43 AM IST

મુંબઈ :આજે 11 ઓક્ટોબર, શુક્રવારના રોજ ભારતીય શેરબજારની સપાટ શરૂઆત થઈ છે. શરુઆતી કારોબારમાં જ તમામ સૂચકાંક રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. BSE Sensex 133 પોઇન્ટ ઘટીને 81,478 પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty પણ 13 પોઇન્ટ ઘટીને 24,985 પર ખુલ્યો છે.

ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની નબળી શરૂઆત થઈ છે. આજે 11 ઓક્ટોબર, શુક્રવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty સપાટ ખુલ્યા છે. BSE Sensex ગત 81,611 બંધ સામે 133 પોઇન્ટ ડાઉન 81,478 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 24,998 બંધ સામે 13 પોઇન્ટ ડાઉન 24,985 પર ખુલ્યો હતો.

સ્ટોકની સ્થિતિ :આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીઓમાં HCL ટેક, JSW સ્ટીલ, ટાઇટન કંપની, સન ફાર્મા અને વિપ્રોના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ પાવર ગ્રીડ કોર્પો, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ અને કોટક મહિન્દ્રાના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.

કોમોડિટી બજાર :ડોલરમાં સુસ્તીના કારણે બેઝ મેટલ્સમાં ચમક જોવા મળી હતી. 3 દિવસના ઘટાડા બાદ કોપર, એલ્યુમિનિયમ અને ઝિંકમાં એકથી ત્રણ ટકાનો વધારો થયો છે. ગઈકાલે રોકડ, ઈન્ડેક્સ અને સ્ટોક ફ્યુચર્સમાં મળીને લગભગ રૂ. 8200 કરોડનું વેચાણ થયું હતું. ડોમેસ્ટિક ફંડ્સે આશરે રૂ. 3900 કરોડના શેર ખરીદ્યા હતા. ગઈકાલે પણ જાયન્ટ ટેક કંપની TCS ના પરિણામો આવ્યા હતા, જે મિશ્રિત હતા. કમાણી અપેક્ષા કરતા સારી હતી, પરંતુ નફો અને માર્જિન અપેક્ષા કરતા ઓછા હતા.

  1. શેરબજાર ઉછાળા સાથે બંધ: Sensex 187 પોઈન્ટ ઉછળ્યો, Nifty 25,013 પર બંધ
  2. SBI બેંકે ગ્રાહકોને આપ્યો ઝટકો, 1 નવેમ્બરથી આ સર્વિસ માટે ચૂકવવો પડશે વધુ ચાર્જ

ABOUT THE AUTHOR

...view details