મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 524 પોઈન્ટના ઉછાળા સાથે 78,565.98 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.76 ટકાના વધારા સાથે 23,767.65 પર બંધ થયો.
આજના ટ્રેડિંગ દરમિયાન, JSW સ્ટીલ, ITC, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેંક અને ટ્રેન્ટના શેર નિફ્ટીમાં ટોચના ગેઇનર્સમાં હતા. જ્યારે હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, નેસ્લે ઈન્ડિયા, એચસીએલ ટેક્નોલોજીસ, બજાજ ફિનસર્વના શેર ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
- સેક્ટરમાં બેન્ક, એફએમસીજી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, રિયલ્ટીમાં 0.5-1 ટકાનો ઉછાળો રહ્યો હતો.
- બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં થોડો વધારો થયો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.