નવી દિલ્હી:ભારતીયો ટૂંક સમયમાં રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે. આ નવી સિસ્ટમ 2025ની વસંતઋતુમાં કાર્યરત થવાની સંભાવના છે. જૂનની શરૂઆતમાં, અહેવાલો સામે આવ્યા હતા કે રશિયા અને ભારત વિઝા-મુક્ત મુસાફરી લાગુ કરશે.
તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ 2024 થી, ભારતીયો રશિયા જવા માટે ઇ-વિઝા માટે પાત્ર છે, જેની પ્રક્રિયામાં લગભગ ચાર દિવસનો સમય લાગે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગયા વર્ષે જારી કરાયેલા ઈ-વિઝાની સંખ્યાના સંદર્ભમાં ભારત પણ ટોચના પાંચ દેશોમાં સામેલ થયું હતું, જ્યાં ભારતીય પ્રવાસીઓને 9,500 ઈ-વિઝા આપવામાં આવ્યા હતા.
હાલમાં, ભારતીય નાગરિકોને રશિયન ફેડરેશનમાં પ્રવેશવા, રહેવા અને બહાર નીકળવા માટે રશિયન એમ્બેસી/કોન્સ્યુલેટ દ્વારા જારી કરાયેલ વિઝા મેળવવાની જરૂર છે. દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા ઘણી લાંબી હતી.