મુંબઈ :આજે 25 નવેમ્બર, સોમવારના રોજ ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે. મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ બાદ બજારમાં રિકવરીનું વલણ નોંધાતા હાલ તમામ સૂચકાંક ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE Sensex 1,210 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE Nifty પણ 24,300 પોઈન્ટ પાર થયો છે.
ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી નોંધાઈ છે. આજે 25 નવેમ્બર, સોમવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત ખુલ્યા છે. BSE Sensex ગત 79,117 બંધ સામે 1,076 પોઇન્ટ વધીને 80,193 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 23,907 બંધ સામે 346 પોઇન્ટ વધીને 24,253 ના મથાળે ખુલ્યો હતો.