મુંબઈ :ચાલુ માસમાં દરમિયાન ભારતીય શેરમાર્કેટમાં રોકાણકારોને ભારે તડકો-છાંયો જોવા મળ્યો છે. આજે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યા બાદ નીચલા સ્તરેથી શાનદાર રિકવરી નોંધાવીને ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE Sensex 612 પોઈન્ટ વધીને 71,752 ના મથાળે બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 203 પોઇન્ટ વધીને 21,726 પર બંધ થયો હતો.
BSE Sensex : આજે 31 જાન્યુઆરી બુધવારના રોજ BSE Sensex ગતરોજના 71,140 બંધ સામે 67 પોઈન્ટ ડાઉન 71,073 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં BSE Sensex 70,846 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ લેવાલીના પગલે 1005 પોઈન્ટની રિકવરી સાથે 71,851 પોઈન્ટની ડે હાઈ બનાવી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 612 પોઇન્ટ વધારો નોંધાવી 71,752 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 203 પોઇન્ટ વધીને 21,726 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 35 પોઇન્ટ ઘટીને 21,487 પોઈન્ટ પર ડાઉન ખુલ્યો હતો. શરૂઆતમાં ઈન્ડેક્સ 21,499 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 292 પોઈન્ટની રિકવરી નોંધાવીને 21,741 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty 21,522 ના મથાળે બંધ રહ્યો હતો.
કોણ કેટલું પાણીમાં : આજે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં સન ફાર્મા (4.04%), ટાટા મોટર્સ (2.69%), એક્સિસ બેંક (2.48%), મારુતિ સુઝુકી (1.95%) અને HDFC બેંકનો (1.80%) સમાવેશ થાય છે. જ્યારે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરમાં લાર્સન (-2.94%) અને ટાઇટન કંપનીનો (-0.17%) સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1436 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 711 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં લાર્સન, ટાટા મોટર્સ, HDFC બેંક અને ટાટા સ્ટીલના સ્ટોક રહ્યા હતા.
- Budget Year 2024-25 : વર્ષ 2023-24માં રજૂ થયેલ બજેટ અને તેની અગ્રીમતાની સ્થિતિ શું છે એ અંગેની માહિતી પર એક નજર...
- Parliament Budget Session 2024 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરી રહ્યા છે, આજથી બજેટ સત્ર શરૂ થયું