મુંબઈ :26 માર્ચ, મંગળવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 435 પોઈન્ટ ઘટીને 72,396 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 149 પોઈન્ટના ઘટાડા સાથે 21,947 ના મથાળે ખુલ્યો હતો. બજારના તમામ મુખ્ય સૂચકાંક નીચા મથાળે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતીય શેરબજાર : આજે 26 માર્ચ, મંગળવારના રોજ BSE Sensex ગત 72,931 ના બંધ સામે 435 પોઈન્ટના ઘટાડા સાથે 72,396 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 22,096 ના બંધની સામે 149 પોઇન્ટ તૂટીને 21,947 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, નીચા મથાળે બાદ BSE Sensex અને NSE Nifty સતત ગગડીને લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા છે.
ગેઈનર-લુઝર સ્ટોક :બજાર ખુલતાની સાથે જ Sensex પર બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, એમ એન્ડ એમ, ઇન્ડસઇન્ડ બેંક અને બજાજ ફિનસર્વ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે પાવર ગ્રીડ કોર્પો, મારુતિ સુઝુકી, ભારતી એરટેલ, HDFC બેંક અને ઇન્ફોસીસ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
ગ્લોબલ કોમોડિટી માર્કેટ :ડોલર ઇન્ડેક્સ 104 પોઈન્ટથી નીચે પહોંચ્યો છે. ક્રૂડ ઓઈલમાં 4 દિવસના ઘટાડા પર બ્રેક લાગી છે. બ્રેન્ટ ક્રૂડ 86 ડોલરની નજીક છે. રશિયાના તેલ ઉત્પાદનમાં ઘટાડો કરવાના સમાચાર બાદ ભાવને ટેકો મળ્યો છે. યુક્રેનમાં રશિયન રિફાઇનરી પર હુમલા યથાવત છે. સોનામાં સપાટ ટ્રેડિંગ છે.
- અસ્થિરતા વચ્ચે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ, IT સેક્ટરમાં ભારે ધોવાણ - Stock Market Update
- Bharti Hexacom IPO: SEBIની મંજૂરી, એરટેલ કંપનીનો IPO આવી રહ્યો છે, જાણો શું છે પ્લાન