મુંબઈ :10 એપ્રિલ, બુધવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 270 પોઈન્ટ અપ 74,953 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 78 પોઈન્ટના વધારા સાથે 22,720 ના મથાળે ખુલ્યો હતો.
શેરબજારની મજબૂત શરૂઆત : 10 એપ્રિલ, બુધવારના રોજ BSE Sensex ગત 74,683 ના બંધ સામે 270 પોઈન્ટના વધારા સાથે 74,953 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 22,642 ના બંધની સામે 78 પોઇન્ટનો સુધારો નોંધાવી 22,720 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, મજબૂત શરુઆત બાદ BSE Sensex અને NSE Nifty હળવા ગગડ્યા છે.
વૈશ્વિક બજાર : અમેરિકી શેરબજારોમાં રિકવરી નોંધાઈ છે. અમેરિકન બજાર નીચા સ્તરેથી સુધરીને બંધ થયું હતું. DOW 300 પોઈન્ટ સુધરીને સપાટ બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક લગભગ 150 પોઈન્ટની રિકવરી સાથે 52 પોઈન્ટ અપ બંધ રહ્યો હતો. બજારની નજર આજે આવનારા મોંઘવારીના આંકડા પર રહેશે, જેમાં મોંઘવારી દર 3.4% રહેવાની ધારણા છે. ઉપરાંત આગામી ફેડ મીટીંગ મિનિટ્સ પર પણ નજર રહેશે.
ગ્લોબલ કોમોડિટી માર્કેટ :ક્રૂડ ઓઈલ સતત બીજા દિવસે નબળું રહ્યું છે, 1% ઘટીને 89 ડોલર નજીક પહોંચ્યું છે. સોના-ચાંદીમાં રેકોર્ડ નોંધાઈ રહ્યો છે. બેઝ મેટલની ચમક યથાવત છે, જેમાં કોપર અને ઝિંકમાં સતત ત્રીજા દિવસે વધારો નોંધાયો છે.
સેન્સેક્સના સ્ટોકનો હાલ :આજના શરુઆતી કારોબાર દરમિયાન સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, રિલાયન્સ, કોટક મહિન્દ્રા અને ટેક મહિન્દ્રા મજુબત ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, HDFC બેંક, TCS અને લાર્સન ઘટાડા સાથે ટોપ લુઝરની યાદીમાં છે.
- પેટીએમ પેમેન્ટ બેંકના મોટા સમાચાર, સુરિન્દર ચાવલાએ છોડ્યો હોદ્દો - Paytm Payments Bank
- ઘરે બેઠા SBI વોટ્સએપ બેંકિંગનો લાભ લો, આ પ્રક્રિયાઓથી મિનિટોમાં થઈ જશે કામ