મુંબઈ :26 ફેબ્રુઆરી, સોમવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 98 પોઈન્ટ ઘટીને 73,044 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 43 પોઈન્ટના ઘટાડા સાથે 22,169 ના મથાળે ખુલ્યો હતો. બજારના તમામ મુખ્ય સૂચકાંક નીચા મથાળે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ભારતીય રૂપિયો અગાઉના 82.94 ના બંધની સામે 8 પૈસા વધીને 82.86 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો.
ભારતીય શેરબજાર : 26 ફેબ્રુઆરી, સોમવારના રોજ BSE Sensex ગત 73,142 ના બંધ સામે 98 પોઈન્ટના ઘટાડા સાથે 73,044 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 22,212 ના બંધની સામે 43 પોઇન્ટ તૂટીને 22,169 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, નીચા મથાળે બાદ BSE Sensex અને NSE Nifty સતત ગગડીને લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા છે.
ગેઈનર-લુઝર સ્ટોક :બજાર ખુલતાની સાથે જ NSE Nifty પર અદાણી એન્ટરપ્રાઈઝ, પાવર ગ્રીડ કોર્પોરેશન, સિપ્લા, L&T અને ડો. રેડ્ડીઝ લેબ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની, HDFC લાઈફ, BPCL અને એલટીઆઈમિન્ડટ્રી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
વૈશ્વિક બજાર :વૈશ્વિક બજારમાં રેકોર્ડ બ્રેક ગતિ જોવા મળી રહી છે. જાપાની બજાર નવી ઊંચાઈ પર છે, ચીનના બજારોમાં સતત 9 દિવસથી તેજી નોંધાઈ રહી છે. અમેરિકન બજારોમાં રેકોર્ડ બ્રેક ઉછાળો યથાવત છે. Dow ફરી 60 પોઈન્ટ વધીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે. S&P 500 પર વધારા સાથે નવી સપાટી પર પહોંચ્યો છે.
- Stock Market Update : ભારતીય શેરમાર્કેટમાં પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં સપાટ બંધ
- Share Market Open: નિફ્ટી ઓલટાઇમ હાઈ રેકોર્ડ પર ખુલ્યો, સેન્સેક્સ 100 પોઈન્ટ ઉપર