અમદાવાદ: આજે ધનતેરસનો તહેવાર છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી, ધનપતિ કુબેર તથા ધન્વંતરિની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. આ સાથે આ દિવસને સોના-ચાંદીની ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. લોકો ધનતેરસ પર સોનું-ચાંદી મોટા પ્રમાણમાં ખરીદતા હોય છે. આ ઉપરાંત ઘણા લોકો દિવાળીના દિવસે પણ સોનાની ખરીદી કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે સોનું ખરીદો છે તેના પર કેટલો ટેક્સ ચૂકવવો પડે છે?
સોના પર કેટલો ટેક્સ?
જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે તેના પર મેકિંગ ચાર્જ અને GST ચૂકવવો પડતો હોય છે. જોકે ઘણા ઓછા લોકોને આ વિશે જાણકારી હોય છે. હકીકતમાં સોનાના દાગીના પર 3 ટકા GST લાગુ પડતો હોય છે. આ ઉપરાંત તેમાં દાગીના બનાવવાનો ચાર્જ 8થી 20 ટકા મુજબ અને ગ્રાહકના ઓર્ડર મુજબ લાગતો હોય છે.
10 તોલાની ચેન પર આશરે કેટલા વધારે ચૂકવવા પડે?
આ અંગે ETV ભારત સાથે વાત કરતા AB જ્વેલર્સના મનોજ સોનીએ જણાવ્યું કે, ઉદાહરણ આપતા સમજાવ્યું કે ધારો કે કોઈ ગ્રાહક 22 કેરેટની 10 તોલા સોનાની ચેન ખરીદવા આવે છે, જે 72 હજારમાં પડે છે, તો તેના પર અંદાજિત 7000 રૂપિયા મેકિંગ ચાર્જ લાગશે અને 3 ટકા GSTનો 2400 રૂપિયા જેટલો ચાર્જ લાગશે.
દાગીનાની ઘડામણ પર કેટલો હોય છે ચાર્જ?
આમ સોનાની કિંમત, મેકિંગ ચાર્જ તથા GST મળીને ગ્રાહકને આ 10 તોલા સોનાની ચેન 81400 રૂપિયામાં પડશે. સોનાની ઘડામણ પર લાગતી મજૂરી અંગે અન્ય એક જ્વેલર્સ જીગર સોનીએ જણાવ્યું હતું કે, 'દાગીના મેકિંગ પર 8 ટકાથી લઈને 20 ટકા સુધીનો જુદો જુદો ચાર્જ લાગતો હોય છે.' આથી ક્યારેક મૂળ દાગીનાની કિંમતમાં થોડીક વધઘટ પર આવી શકે છે.
આ પણ વાંચો:
- Dhanteras 2024: ધનતેરસે સોનું-વાહન ખરીદવા કે પૂજા કરવા માટે આ વખતે શ્રેષ્ઠ મુહૂર્ત કયું છે?
- PM મોદીએ સૌરાષ્ટ્રને આપી 4800 કરોડના વિકાસ પ્રકલ્પોની સોગાત, દૂધાળામાં ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યુ