ગુજરાત

gujarat

ETV Bharat / business

GST કાઉન્સિલની 9 સપ્ટેમ્બરની મીટિંગ પછી ફાઇનાન્સ એક્ટમાં GSTની જોગવાઈઓ લાગુ કરાશે: CBIC - CBIC on Finance Act 2024 Provisions - CBIC ON FINANCE ACT 2024 PROVISIONS

નાણા અધિનિયમ 2024માં GSTની જોગવાઈઓને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં જ એક સોશ્યલ મીડિયા પોસ્ટ પર રિપ્લાય કરતા CBIC દ્વારા કહેવામાં આવ્યું છે કે 16 (4)માં રાહત આપવાના મામલે 9મી સપ્ટેમ્બરે નક્કી કરાયેલી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.- CBIC Clarifies Finance Act 2024 Provisions

ફાયનાન્સ મિનિસ્ટ્રી
ફાયનાન્સ મિનિસ્ટ્રી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2024, 9:22 PM IST

અમદાવાદઃનાણા અધિનિયમ 2024માં GSTની જોગવાઈઓને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં જ એક સોશ્યલ મીડિયા પોસ્ટ પર રિપ્લાય કરતા CBIC દ્વારા કહેવામાં આવ્યું છે કે 16 (4)માં રાહત આપવાના મામલે 9મી સપ્ટેમ્બરે નક્કી કરાયેલી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.

'પ્રોફેશન્લ્સ કો બિલકુલ પાગલ કરકે છોડોગે ક્યા?':નાણા અધિનિયમ, 2024 માં GST જોગવાઈઓ અંગે 9 સપ્ટેમ્બરે નિર્ધારિત GST કાઉન્સિલની બેઠક બાદ અમલમાં આવશે (અસ્થાયીરૂપે). આ અપડેટની પુષ્ટિ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા ટ્વિટના જવાબમાં કરવામાં આવી હતી. CBIC એક ટ્વીટનો જવાબ આપી રહી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે “16(4) મેં રાહત દે દી પર નોટિફિકેશન સે નોટિફાઈ કરના ભુલ ગયે ઓફિસર કેહ રહા હૈ કેસ ટાઈમ બારિંગ હો રહા હૈ મેં તો ડિમાન્ડ નિકાલુંગા.. કુછ તો ઢંગ સે કર લો… બિલકુલ હી પાગલ કરકે છોડોગે ક્યા પ્રોફેશનલ્સ કો..” બોર્ડે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી જવાબ આપ્યો કે “GSTના સંદર્ભમાં ફાઇનાન્સ એક્ટની જોગવાઈઓને અમલમાં લાવવા માટેનું નોટિફિકેશન GST કાઉન્સિલની ભલામણો પર કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે, કારણ કે તે રાજ્યો સાથે સંકલન કરીને કરવાની જરૂર પડશે, જેમણે તેમના SGST કાયદામાં સમાન સુધારા કરવાની જરૂર છે. GST કાઉન્સિલ 9મી સપ્ટેમ્બર 2024ના રોજ કામચલાઉ બેઠક કરી રહી છે, જ્યાં આ મુદ્દો તેની ભલામણો માટે કાઉન્સિલ સમક્ષ મૂકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલની બેઠક પછી GST માફી અને કલમ 16(4) રાહત સૂચનાઓ જારી કરવામાં આવશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, જે તેમના કારભારી હેઠળ સતત સાતમું બજેટ અને મોદી 3.0 વહીવટનું પ્રથમ બજેટ હતું.

  1. GST કાઉન્સિલની બેઠક, તમારા જીવન વીમામાંથી ટેક્સ દૂર થશે! - Tax on term life insurance
  2. રિલાયન્સના શેરધારકોને મળ્યા સારા સમાચાર, દરેક શેર માટે 1 બોનસ શેર મળશે, Jio યુઝર્સ માટે પણ ખાસ જાહેરાત - Reliance AGM 2024

ABOUT THE AUTHOR

...view details