મુંબઈ :આજે 19 નવેમ્બર, મંગળવારના રોજ ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે. બજારમાં રિકવરીનું વલણ નોંધાતા હાલ તમામ સૂચકાંક ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE Sensex 780 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE Nifty પણ 23,700 પોઈન્ટ પાર થયો છે.
ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી નોંધાઈ છે. આજે 19 નવેમ્બર, મંગળવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત ખુલ્યા છે. BSE Sensex ગત 77,339 બંધ સામે 209 પોઇન્ટ વધીને 77,548 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 23,453 બંધ સામે 76 પોઇન્ટ વધીને 23,548 ના મથાળે ખુલ્યો હતો.
શેરબજારમાં ઉછાળો :સારી શરૂઆત બાદ બજારમાં શાનદાર ઉછાળો નોંધાયો છે. શરુઆતી કારોબારમાં BSE Sensex 800 પોઈન્ટના ઉછાળા સાથે 78,170 પોઈન્ટ પાર થયો છે. જ્યારે NSE Nifty પણ 245 પોઈન્ટ વધીને 23,700 પોઈન્ટ પાર થયો છે.
સ્ટોકની સ્થિતિ :આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીઓમાં M&M, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, વિપ્રો અને ઇન્ડસઇન્ડ બેંકના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ બજાજ ફિનસર્વ, ICICI બેંક અને એચયુએલના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.
- શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 34 અને નિફ્ટી 23,528 પોઈન્ટ ઘટ્યો
- માર્ગદર્શી ચિટ ફંડે નવી શાખાનું વિસ્તરણ કર્યું, MD શૈલજા કિરણ દ્વારા લોન્ચિંગ