ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતીય શેરબજારમાં તેજીને બ્રેક લાગી, Sensex 692 પોઇન્ટ તૂટ્યો - Stock Market Update

ચાલુ સપ્તાહની શરૂઆતથી ભારતીય શેરબજારમાં નબળું વલણ નોંધાયું છે. આજે ભારતીય શેરબજારના તમામ મુખ્ય સૂચકાંક રેડ ઝોનમાં હતા. ત્યારબાદ દિવસ દરમિયાન સતત ગગડતા રહી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 692 અને 208 પોઈન્ટ તૂટીને રેડ ઝોનમાં બંધ થયા હતા. Stock Market Update

ભારતીય શેરબજારમાં તેજીને બ્રેક લાગી
ભારતીય શેરબજારમાં તેજીને બ્રેક લાગી (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 13, 2024, 4:23 PM IST

મુંબઈ :આજે 13 ઓગસ્ટ, મંગળવારના રોજ ભારતીય શેરબજાર સતત બીજા દિવસે નબળા વલણ સાથે રેડ ઝોનમાં ખુલ્યું હતું. ત્યારબાદ દિવસ દરમિયાન સતત નબળા વલણના પરિણામે ગગડ્યું અને ટ્રેડિંગ સેશનના અંતે શેરબજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. બજારમાં પ્રાઈવેટ બેંકિંગ સ્ટોકમાં તેજી નોંધાઈ છે.

BSE Sensex : આજે 13 ઓગસ્ટ, મંગળવારના રોજ BSE Sensex ગત 79,648 બંધની સામે 96 પોઇન્ટ ઘટીને 79,552 ના મથાળે ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 79,692 પોઈન્ટની ડે હાઈ બનાવી Sensex સતત સુસ્ત રહ્યો હતો. જેમાં નબળા વલણના પરિણામે સતત ગગડતો રહીને લગભગ 803 પોઈન્ટ તૂટીને 78,889 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 956 પોઈન્ટ તૂટીને 78,956 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.87 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 208 પોઈન્ટ (0.85%) ઘટાડા સાથે 24,139 ના મથાળે રેડ ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 5 પોઈન્ટના ઘટાડા સાથે 24,342 ના મથાળે સપાટ ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતી કારોબારમાં 24,359 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ સતત વેચવાલીને પગલે ગગડીને 243 પોઇન્ટ તૂટ્યો અને 24,116 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો.

સ્ટોકની સ્થિતિ :આજે Nifty માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટાઈટન કંપની, એપોલો હોસ્પિટલ્સ, ડૉ. રેડ્ડીઝ લેબ, ટાટા કન્ઝ્યુમર, નેસ્લેનો સમાવેશ થાય છે. જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, BPCL, HDFC લાઈફ, HDFC બેંક અને ONGC ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.

  1. રેડ ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 96 પોઈન્ટ તૂટ્યો
  2. હિંડનબર્ગના આરોપો પર અદાણી જૂથની પ્રતિક્રિયા, કહ્યું...

ABOUT THE AUTHOR

...view details