હૈદરાબાદ:12મી જૂનના રોજ દર વર્ષે "વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધ દિવસ"/"વિશ્વ બાળ મજૂરી નાબૂદી દિવસ" ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસ અલગ અલગ વિષયને ધ્યાનમાં રાખને ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે વિશ્વમાં થઈ રહેલા બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપોને કેન્દ્રમાં રાખી તેના સંમેલનને અપનાવવાની બાબતે 25મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. આ દિવસ તમામ લોકોને બે મૂળભૂત સંમેલનોના અમલીકરણમાં સુધારો કરવા માટેની તક પૂરી પાડે છે. જેમાં સંમેલન નંબર:182 જે બાળ મજૂરી અને સંમેલન નંબર:138 (1973) જે રોજગાર અથવા કામમાં પ્રવેશવ માટેની બાળકોની લઘુત્તમ વય સંબંધિત મુદ્દાઓને સામેલ કરે છે.
"ચાલો આપણી પ્રતિબદ્ધતા પર કાર્ય કરીએ: બાળ મજૂરીનો અંત લાવીએ": બાળ મજૂરી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તો બીજી બાજુ, તાજેતરના વર્ષોમાં વૈશ્વિક વલણો બદલાતા જોવા મળી રહ્યા છે જેને પગલે બાળ મજૂરીને તેના તમામ સ્વરૂપોમાં નાબૂદ કરવા માટેના પ્રયાસોને વેગ આપવાની તેમજ તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ટાર્ગેટ 8.7માં દર્શાવ્યા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ 2025 સુધીમાં તમામ પ્રકારની બાળ મજૂરીને નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. અને તેથી આ વર્ષે 2024ની થીમ "ચાલો આપણી પ્રતિબદ્ધતા પર કાર્ય કરીએ: બાળ મજૂરીનો અંત લાવીએ." નક્કી કરવામાં આવી છે.
બાળ મજૂરી સામે કાયદાકીય રક્ષણ:યુનાઈટેડ નેશન્સ તરફથી બાળ મજૂરી વિરુદ્ધના વિશ્વ દિવસ માટે ઘણા પ્રયાતો કરવામાં આવ્યા છે. જેમાં તેઓએ રાષ્ટ્રીય નીતિઓ અપનાવીને અને 2022 ડરબન કોલ ટુ એક્શનમાં કહેવાતા મૂળ કારણોને સંબોધીને, બાલ મજૂરીના તમામ સ્વરૂપોમાં, સૌથી ખરાબ સ્વરૂપો સહિત, બાળ મજૂરીને સમાપ્ત કરવા માટે રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પગલાને પુન:જીવીત કરવાનું કહેવામાં આવ્યું છે. અને બાળકોને તમામ પ્રકારની બાળ મજૂરી સામે કાયદાકીય રક્ષણ પૂરું પાડવું જોઈએ.
160 મિલિયન બાળ મજૂરી કરે છે:વર્ષ 2000થી લગભગ બે દાયકામાં, પૂરું વિશ્વ બાળ મજૂરી ઘટાડવામાં સતત પ્રયત્નો કરી રહ્યું છે અને તેના પરિણામો પણ સારા આવી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, સંઘર્ષ, કટોકટી અને COVID-19 રોગચાળાના કારણે વધુને વધુ પરિવારો ગરીબી તરફ ધકેલાઈ રહ્યા છે. જેને પરિણામે લખો બાળકો બાલ મજૂરી તરફ ધકેલાયા છે. ઘણા પરિવારો અને સમુદાયો પર વિવિધ સામાજિક દબાણો થાય છે જેને પરિણામે તેઓ બાળ મજૂરીનો આશરો લે છે આથી ઉચ્ચ સ્તર દ્વારા અપનાવવામાં આવેલ આર્થિક વૃદ્ધિ તેમજ યોગત સમાવેશિકરણ એ બાલ મજૂરી નાબૂદ કરવા પર્યાપ્ત નથી. આજે પણ 160 મિલિયન બાળકો બાળ મજૂરી કરે છે. અને જો આપણે ગણવા જઈએ તો તે વિશ્વભરમાં લગભગ દસમાંથી એક બાળક છે.