ગુજરાત

gujarat

ETV Bharat / bharat

9 નવેમ્બર 2024: વિશ્વ દત્તક દિવસની ઉજવણી, બાળકોને દત્તક લેવા માટે પ્રોત્સાહનનો દિવસ

દર વર્ષે 9 નવેમ્બરના રોજ વિશ્વ દતક ગ્રહણ દિવસ ખોળે લીધેલા બાળકોને પોતાની કહાની વર્ણવવા માટે પ્રોત્સાહિત કરે છે.

9 નવેમ્બરના રોજ વિશ્વ દત્તક દિવસની ઉજવણી
9 નવેમ્બરના રોજ વિશ્વ દત્તક દિવસની ઉજવણી (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2024, 6:00 AM IST

હૈદરાબાદ: દર વર્ષે 9 નવેમ્બરના રોજ વિશ્વ દત્તક દિવસની ઉજવણી દત્તક લીધેલા બાળકોને પોતાની કહાણી વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. દત્તક લેનારા માતા-પિતા માટે અન્ય લોકો સાથે જોડાવાનો અને તેમની દત્તક લેવાની સફર પર વિચાર કરવાનો પણ આદિવસ છે. લોસ એન્જેલસમાં મિત્રોના એક ગ્રુપને સમજાયું કે, દુનિયાભરમાં દત્તક લેવા પર ખુશીઓ મનાવવાનો કોઇ દિવસ નથી. એટલે જ બાળકોને દત્તક લેનારી ટીમના સભ્યો ભેગા થયા અને પહેલીવાર #WorldAdoptionDay નક્કી કરવામાં આવ્યો અને 9 નવેમ્બર 2014 ના દિવસે તેને ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ દિવસ પરિવારને ખુશીઓ ઉજવવા માટે, દત્તક લેવા માટે જાગૃતતા વધારવા તથા દત્તક લેવાની પ્રક્રિયામાં પરિવાર માટે પૈસા એકઠા કરવાના ઉદ્દેશ્યથી કરાયો હતો.

વિશ્વ દત્તક દિવસનો ઇતિહાસ

વિશ્વ દત્તક દિવસની સ્થાપના લોસ એન્જેલસમાં વર્ષ 2014 ના રોજ મિત્રોના એક ગ્રુપે કરી હતી. જ્યારે તેમને જાણ થઇ કે, દુનિયાભરમાં દત્તક લેવા પર ખુશી મનાવવા માટે કોઇ દિવસ સમર્પિત નથી. તો પરિવારોનું સ્તર ઉપર લાવવા અને દત્તર લેવા અંગે જાગૃતતા ફેલાવવા માટે એક ઈવેન્ટ કરવા માંગતા હતા. જેમાં મેગન મર્કેલ અને જેના ફિશર જેવી નામી સેલિબ્રિટી શામેલ છે.

સમગ્ર વિશ્વમાં આ એકદમ ખાસ દિવસની શરુઆત હૈંક ફોર્ટનરે કરી હતી. ત્યારથી વિશ્વ દત્તક દિવસે પોતાના સરળ મિશનમાં મહત્વ અને ગતિ પ્રાપ્ત કરી લીધી છે. જે છે કે, "એક એવી દુનિયા જેમાં કોઇ અનાથ ન હોય, દરેક બાળકનો એક પરિવાર હોય" આ સુંદર ઉદ્દેશ્ય સાથે આ સંગઠનની સ્થાપના કરી હતી. જેનું નામ છે AdoptTogether તે દત્તક લેવાનું ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ છે.

વિશ્વ દત્તક ગ્રહણ પ્રવૃતિ દિવસનું મહત્વ

વિશ્વ ગ્રહણ દિવસને ભાવનાપૂર્વક મનાવવાની સાથે સાથે મહત્વપૂર્ણ દત્તક પ્રવૃતિ દિવસ પણ છે. જેમાં દુનિયાભરના બધી જગ્યાના લોકો આ ઉદ્દેશ્યમાં યોગદાન આપવા માટે હાથ મિલાવી શકે છે અને નાની નાની પ્રભાવશાળી પ્રવૃતિઓના માધ્યમથી જાગરુકતા ફેલાવવામાં મદદરુપ થઇ શકે છે. કોઇ પણ દત્તક લેવાના ઉદ્દેશ્યમાં યોગદાન આપવાનો નિર્ણય કરી શકે છે. જેથી પ્રેમ અને સ્થિર ઘરની જરુરિયાતવાળા બાળકોને તે મળી શકે જેના તે હકદાર છે. કોઇ પણ પોતાના હાથ પર એક સ્માઇલી ચહેરો બનાવી શકે છે અને હૈશટેગ #WorldAdoptionDay ની સાથે સોશિયલ મીડિયા હેન્ડલ પર આનો ફોટો પોસ્ટ કરી શકે છે. આ એ ઉદ્દેશ્ય વિશે સમાચાર અને જાગરુકતા ફેલાવવાના ઉદ્દેશ્યથી કામ કરે છે જે પોતાની કઠણાઇઓ અને દિલને સ્પર્શી જનારી સુંદરતા સાથે આવે છે.

વિશ્વ દત્તક દિવસનું મહત્વ

જાગરુકતા ફેલાવવી: વિશ્વ દત્તક દિવસ એ લાખો બાળકો વિશે જાગરુકતા ફેલાવવા માટેની એક સારી પદ્ધતિ છે. જેઓ એક પ્રેમ ભર્યા ઘર અને પરિવારના હકદાર છે અને જેઓને તેની જરુરત છે. દત્તક લેવા સંબંધિત મિથકો અને ખોટી ધારણાઓને દૂર કરવા માટે જાગરુકતા ફેલાવવા માટે પણ મદદ કરે છે. આ લોકોને દત્તક લેવાના લાભો વિશે શિક્ષિત કરવામાં મદદ કરે છે સાથે જ દુનિયાભરમાં દત્તક લેવાની વાસ્તવિકતાઓ અને પ્રક્રિયા વિશે પણ જણાવે છે.

પરિવારોના મૂળમાં ઉજવણી: પરિવારો પ્રેમમાંથી જન્મે છે, જીવવિજ્ઞાનથી નહીં. આ વિચારધારાને અનુસરવાથી દત્તક લેવાના કહેવાતા ગેરફાયદા વિશેની કેટલીક માન્યતાઓને દૂર કરવામાં મદદ મળી શકે છે. કુટુંબ પૂર્ણ થાય છે જ્યારે તેઓ કોઈને આંતરિક પ્રેમ અને આદર સાથે સ્વીકારે છે. તે સુખી અને સ્થિર કુટુંબ બનાવવા માટે મદદ કરે છે. આ વિચારધારા અન્ય પરિવારોને બાળકોને દત્તક લેવા અને તેમના પરિવારોને સંપૂર્ણ અને સુખી બનાવવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.

બાળકને દત્તક લેવા માટે ફંડ ઊભું કરવાની પહેલ: બાળ દત્તક લેવા સંબંધિત સખાવતી સંસ્થાઓ અને સંસ્થાઓ માટે નાણાં એકત્ર કરવાની આ એક સરસ રીત છે. આ ભંડોળ દત્તક લેનારા પરિવારોને મદદ કરી શકે છે અને દત્તક લેવાની પ્રક્રિયાને સરળ બનાવી શકે છે. આ ઉમદા હેતુમાં યોગદાન આપવા માટે, વિશ્વના તમામ ભાગોમાં સખાવતી કાર્યક્રમો, ડોનેશન ડ્રાઇવ અને હરાજીનું આયોજન કરી શકાય છે.

વિશ્વભરના લોકોને એક કરવા: વિશ્વ દત્તક દિવસની વૈશ્વિક પહોંચ છે, જે વિવિધ દેશો, સંસ્કૃતિ, પરંપરાઓ અને જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એક સાથે લાવે છે. તે એક મહાન હેતુ માટે એકતાની ભાવના બનાવે છે. લોકોમાં દત્તક લેવાના હેતુ માટે સમાન જુસ્સો શેર કરે છે, સરહદો પર એકતાની ભાવના બનાવે છે.

વિશ્વ દત્તક દિવસ વિશે હકીકતો:

  1. હેન્ક ફોર્ટનર, વિશ્વ દત્તક દિવસ પાછળના સ્વપ્નદ્રષ્ટા, પોતે એક દત્તક બાળક છે.
  2. હેન્ક ફોર્ટનર દ્વારા સ્થાપિત ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ AdoptTogether, વિશ્વમાં દત્તક લેવા માટેનું સૌથી મોટું ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ છે.
  3. યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ) અનુસાર, વિશ્વભરમાં 150 મિલિયનથી વધુ બાળકોને દત્તક લેવાની અને ઘરની જરૂર છે, જે વિશ્વ દત્તક દિવસ પર એક આશ્ચર્યજનક હકીકત છે.
  4. બાળકો ધરાવતા દર 25 પરિવારોમાં ઓછામાં ઓછા એક પરિવારે બાળકોને દત્તક લીધા છે, અને એકલા યુ.એસ.માં આશરે 4.5 મિલિયન દત્તક બાળકો છે.
  5. પ્રાચીન દત્તક લેવાની પ્રથા: પ્રાચીન રોમમાં દત્તક લેવાની એક સામાન્ય પ્રથા હતી, જ્યાં સમ્રાટો તેમના અનુગામી તરીકે પુત્રોને દત્તક લેતા હતા. ઉદાહરણ તરીકે, જુલિયસ સીઝરે તેના ભત્રીજા ઓગસ્ટસને દત્તક લીધો હતો, જે પાછળથી જુલિયો-ક્લાઉડિયન રાજવંશનો પ્રથમ સમ્રાટ બન્યો હતો.
  6. અમેરિકામાં દત્તક લેવાનો કાયદો: મેસેચ્યુસેટ્સને 1851 માં પ્રથમ આધુનિક દત્તક કાયદો પસાર કરવાનો શ્રેય આપવામાં આવે છે, જે પહેલાં દત્તક લેવાની પ્રક્રિયાને કાયદેસર રીતે માન્યતા આપવામાં આવી નહોતી.
  7. કિંમત:બાળકને દત્તક લેવાની પ્રક્રિયા ઘણીવાર ખર્ચાળ ઉપક્રમ તરીકે માનવામાં આવે છે, કેટલાક વિદેશી દત્તક લેવાની પ્રક્રિયાની કિંમત $40,000 સુધી હોય છે. જો કે, અનાથ આશ્રમમમાંથી બાળકોને દત્તક લેવાનો ખર્ચ મોટાભાગે રાજ્ય દ્વારા આવરી લેવામાં આવે છે અને તેનો કોઈ ખર્ચ ન હોઈ શકે.
  8. સૌથી પહેલા બાળક દત્તક લેવાની પ્રથા ઇસા પૂર્વ 2 જી શતાબ્દીમાં પ્રાચીન રોમન કાયદામાં નોંધવામાં આવી હતી. જેમાં નિ:સંતાન દંપતિઓને અન્યના બાળકોને દત્તક લેવાની છૂટ હતી.

વિશ્વ દત્તક દિવસની ઉજવણી માટે બાળકો માટે વિચારો:

  1. દત્તક લેવાની વાર્તાઓ:પોતાના બાળકો સાથે ઉંમરના હિસાબથી ઉપયુક્ત દત્તક ગ્રહણની વાર્તાઓ અને પુસ્તકો શેર કરો, પ્રેમ, પરિવાર અને સમાવેશના વિષયો પર ચર્ચા કરો.
  2. સાંસ્કૃતિક શોધખોળ: જો તમારા પરિવારે કોઈ અલગ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી બાળકને દત્તક લીધું હોય, તો તેના વારસાનું એક્સપ્લોર કરો અને તેની ઉજવણી કરો. તેમના જન્મ દેશ મુજબનું ભોજન બનાવો, પરંપરાઓ વિશે જાણો અથવા પરંપરાગત સંગીત સાંભળો.
  3. પારિવારિક કલાકૃતિઓ બનાવો: પોતાના બાળકોને પારિવારિક કલાકૃતિઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરો. જેમાં દત્તક માતાપિતા, ભાઇ-બહેન અને જન્મના પરિવાર વિશે કોઇ પણ જાણકારી શામેલ હોય. પોતાના પરિવારની અનોખી કલાની ઉજવણી કરો.
  4. આભાર વ્યક્ત કરવાની પ્રવૃત્તિઓ: પોતાના બાળકોને દત્તક લેવાથી તેમના જીવનમાં લાવેલા પ્રેમ અને તકો માટે આભાર વ્યક્ત કરવામાં મદદ કરો. તેઓ તેમના દત્તક માતાપિતા માટે આભાર નોંધ લખી શકે છે અથવા ચિત્ર દોરી શકે છે.
  5. દત્તક લેવા સંબંધિત ડોક્યુમેન્ટરી:દત્તક લેવા સંબંધિત બાળકો સાથે અનુકૂળ ડોક્યુમેન્ટરી જુઓ. આ વાતચીત અને સમજ માટે એક ઉત્તમ શરુઆત હોઇ શકે છે.
  6. કૌટુંબિક સમય:પરિવાર સાથે સારો સમય વિતાવો. રમત રમો, પરિવાર સાથે વિશેષ ભોજન લો અથવા પાર્ક અથવા મ્યુઝિયમમાં પરિવાર સાથે ફરવાનો આનંદ માણો.
  7. દત્તક સંબંધિત ચૈરિટી: તમારા બાળકોને અન્યને મદદ કરવાના મહત્વ વિશે શીખવો. દત્તક-સંબંધિત ચેરિટીને દાન આપવા અંગે વિચારો.

વિશ્વ દત્તક દિવસ માટે સામાજિક મીડિયા સામગ્રી વિચારો:

  1. બાળકોને દત્તક લીધેલા પરિવારોની વાર્તાઓ અને અનુભવો શેર કરો.
  2. એ સંગઠનો પર પ્રકાશ આપો જે દત્તક લેવાને સમર્થન કરે છે અને દત્તક લેનારા પરિવારોને જરુરી સંસાધનો પ્રદાન કરે છે.
  3. દત્તક લેવાની પ્રક્રિયામાં શામેલ સ્ટેપ્સ અને આને કેવી રીતે શરુ કરવામાં આવે આ વિશે પોસ્ટ કરો.
  4. એક પોલ બનાવો જેમાં ફોલોઅર્સને પૂછવામાં આવે કે તેઓ એવી વ્યક્તિને જાણે છે જેમને બાળક દત્તક લીધું હોય.
  5. વિશ્વભરમાં દત્તક લેવાની જરૂરિયાત ધરાવતા બાળકો વિશેના આંકડા સાથે ઇન્ફોગ્રાફિક્સ શેર કરો.
  6. ફોલોઅર્સને તેમની દત્તક લેવાની વાર્તાઓ શેર કરવા અને તેમના પરિવારની ઉજવણી કરવા અંગે પ્રોત્સાહિત કરો.
  7. પરિવારો અને બાળકો માટે દત્તક લીધા પછી સહાયતા પ્રદાન કરવાના મહત્વ વિશે પોસ્ટ કરો.
  8. તે નામી લોકોને હાઇલાઇટ કરો જેમણે બાળક દત્તક લીધા હોય અથવા જે દત્તક માતા-પિતા છે.
  9. કુટુંબની સુંદરતા અને તેના તમામ સ્વરૂપોમાં પ્રેમ વિશે ઉદાહરણો શેર કરો.
  10. ફોલોઅર્સને તેમના કુટુંબ બનાવવાના માર્ગ તરીકે દત્તક લેવાનું વિચારવા માટે પ્રોત્સાહિત કરો.

પ્રખ્યાત ભારતીય હસ્તીઓ જેમણે બાળકોને દત્તક લીધા છે

  1. સની લિયોન: સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે જુલાઇ 2017 ના રોજ બાળકી નિશાને દત્તક લીધી હતી. નિશાને દત્તક ત્યારે લીધી હતી જ્યારે તે ફક્ત 21 મહિનાની હતી અને તે તેના માતાપિતા માટે બહુ જ ખુશીઓ લઇને આવી છે.
  2. સુષ્મિતા સેન: સુષ્મિતા સેને પોતાના જીવનની દરેક ભૂમિકાને બહુ જ શાલીનતા અને સફળતાથી નિભાવી છે. 2 સુંદર બાળકીઓ રીને અને અલીશાને દત્તક લેવું નિશ્ચિત રુપે તેમના જીવનની મોટી ઉપલબ્ધિઓમાંની એક છે.
  3. પ્રીટિ ઝિંટા: ભારતીય અભિનેત્રી પ્રીટિ ઝિંટા હમેશા પોતાની ધૂન પર ચાલી છે. દત્તક લેવાના મામલે અભિનેત્રીએ બિનપરંપરાગત અભિગમ અપનાવ્યો છે. તેમણે ઋષિકેશની મધર મિરેકલ સ્કૂલમાંથી 34 અનાથ છોકરીઓને દત્તક લીધી છે. ઝિન્ટાએ છોકરીઓની સંભાળ અને વિકાસની સંપૂર્ણ જવાબદારી લીધી છે.
  4. મિથુન ચક્રવર્તી: મિથુન ચક્રવર્તીએ એક અનાથ બાળકીની કિસ્મત બદલી છે. જેને રસ્તા પર છોડી દેવામાં આવી હતી. જ્યારે તેમને એક બાળકીની કાળજું કંપાવી દેનારી વાતની જાણ થઇ, જેને એક એનજીઓ અને કેટલાક સરકારી અધિકારીઓએ બચાવી હતી. ત્યારે મિથુને આ બાળકીને દત્તક લેવામાં વધારે સમય લીધો નહોતો.
  5. રવિના ટંડનઃ 1995માં 21 વર્ષની ઉંમરે રવિનાએ છાયા અને પૂજા નામની બે છોકરીઓને દત્તક લીધી હતી. આ તેના અનિલ થડાની સાથેના લગ્ન પહેલાની વાત હતી. બંને છોકરીઓ હવે મોટી થઈ ગઈ છે અને રવિના પુત્રી રાશા અને પુત્ર રણબીર સાથે માતૃત્વના બીજા તબક્કામાં છે.
  6. સલીમ ખાન:અર્પિતા ખાનને સલીમ ખાને દત્તક લીધી હતી અને જ્યારે તે ઘણી નાની હતી ત્યારે સેલિબ્રિટી પરિવારમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સલીમ ખાનને તેની માતાના મૃત્યુ પછી રસ્તા પર રડતી લાચાર બાળકી પર દયા આવી ગઇ હતી અને તેને ઘરે લાવ્યા હતા, અને બાકીનો ઇતિહાસ છે. અર્પિતાએ 2014માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા અને હવે તે પોતે માતા છે.
  7. શોભના:મલયાલમ અભિનેત્રી શોભનાએ જ્યારે બાળક દત્તક લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારે તેણે બધાને પ્રભાવિત કર્યા. અભિનેત્રી ઘરે છ મહિનાની બાળકી લાવી હતી, જેનું નામ તેણે અનંત નારાયણી રાખ્યું હતું.
  8. સમીર સોની: સમીર સોની અને નીલમ કોઠારીએ 2011 માં લગ્ન કર્યા હતા અને 2013 માં તેઓએ દિકરી અહાનાને દત્તક લીધી હતી.
  9. સુભાષ ઘાઈઃપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈએ તેમના ભાઈની જૈવિક પુત્રીને દત્તક લીધી અને તેને પોતાની પુત્રીની જેમ ઉછેર કર્યો.
  10. કુણાલ કોહલીઃ હમ તુમ જેવી હિટ ફિલ્મો આપનાર લોકપ્રિય નિર્દેશક કુણાલ કોહલીએ 2011માં પુત્રીને દત્તક લીધી હતી. કુણાલ અને તેની પત્ની રવિનાએ તેમની પુત્રી રાધાને દત્તક લેવા માટે સખત પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું.
  11. જય ભાનુશાલી અને માહી વિજ:આ લોકપ્રિય ટેલિવિઝન દંપતીએ તેમના કેરટેકરના બે બાળકોને દત્તક લઈને એક ઉમદા કાર્ય કર્યું છે. દંપતી તેમની તમામ મૂળભૂત જરૂરિયાતો અને તેમના શિક્ષણની કાળજી લેશે.
  12. ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી: ટેલિવિઝનથી વાસ્તવિક જીવનમાં દંપતી બનનારા, ગુરમીત અને દેબીનાએ પૂજા અને લતા નામની બે નાની છોકરીઓને દત્તક લીધી છે.
  13. રોહિત શેટ્ટી: પ્રીતિ ઝિન્ટાની જેમ, રોહિત શેટ્ટીએ પણ દત્તક લેવા માટે બિનપરંપરાગત અભિગમ અપનાવ્યો છે કારણ કે તેણે 10 કેન્સરગ્રસ્ત બાળકોની સંભાળ અને ભંડોળની જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું છે.
  14. નિખિલ અડવાણી: ફિલ્મ નિર્માતા નિખિલ અડવાણી, જેમણે મનપસંદ ફિલ્મોમાંની એક 'કલ હો ના હો' આપી, તેણે તેની પત્ની સુપર્ણા ગુપ્તા સાથે એક નાની છોકરી, કેયા અડવાણીને દત્તક લીધી.

આ પણ વાચો:

  1. સલમાન રશ્દીની 'ધ સેટેનિક વર્સિસ' પરનો પ્રતિબંધ હટાવ્યો, દિલ્હી હાઈકોર્ટે કહ્યું- કોઈ સૂચના મળી નથી- રાજીવ ગાંધી સરકાર સમયનો વિવાદ
  2. અઝીઝ બાશા કેસમાં સુપ્રીમ કોર્ટનો શું નિર્ણય હતો? જેને CJI ચંદ્રચુડની બેન્ચે ફગાવી દીધી

ABOUT THE AUTHOR

...view details