અમદાવાદ : આજે 14 નવેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. અનુકૂળતાભર્યા આજના દિને આપ તમામ કાર્યો તન-મનની સ્વસ્થતા સાથે કરશો. જેના કારણે કામ કરવામાં ઉત્સાહ અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. આર્થિક લાભ થશે. પરિવારમાં આનંદ ઉલ્લાસનો માહોલ રહેશે. ઘરમાં મિત્રો અને સગાં- સ્નેહીઓના આગમનથી વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. માતા તરફથી લાભ થાય.
વૃષભ: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આપના મન પર ક્રોધ અને હતાશા હાવિ ના થાય તેની કાળજી લેવી પડશે. તંદુરસ્તીની પણ વિશેષ કાળજી લેવાની સલાહ છે. કુટુંબ અને આર્થિક બાબતોમાં વધુ પડતા ઉંડા ઉતરવું નહીં. સ્વભાવની ઉગ્રતાને કારણે કોઇની સાથે મતભેદ કે ઝગડો ના થઈ જાય તે જોવું. મહેનતની સાથે સાથે આયોજનપૂર્વક આગળ વધજો. ક્યાંય પણ ગેરસમજ થાય તો તુરંત સ્પષ્ટતા કરવી.
મિથુન: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આજનો દિવસ આપના માટે તમામ રીતે લાભદાયી નીવડશે. અવિવાહિત વ્યક્તિઓને યોગ્ય જીવનસાથી મળી જાય. ધન પ્રાપ્તિ માટે શુભદિવસ છે. મિત્રો સાથે આનંદપ્રદ મુલાકાત થાય અને તેમના થકી લાભ મળે. સુરૂચિપૂર્ણ ભોજન અને પત્ની તથા પુત્ર તરફથી લાભ થાય. સંતાનોના શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય. આવકમાં વધારો થાય. દાંપત્યજીવન સુખમય રહે.
કર્ક: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આપનું દરેક કાર્ય વિના અવરોધે સરળતાથી પાર પડશે. કામમાં અનુકૂળતા સર્જાય. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે મહત્વની ચર્ચા- વિચારણા થાય. પરિવારના સભ્યો સાથે નિખાલસ મને ઘરના પ્રશ્નો અંગે ચર્ચા કરશો. ઘરને નવી સજાવટથી શણગારશો. નોકરી વ્યવસાય અર્થે પ્રવાસે જવાનું થાય. માતા સાથે સારા સંબંધો રહે. સરકારી કાર્યોમાં લાભ મળવાની શક્યતા છે. આરોગ્ય સારું રહેશે.
સિંહ: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. સારા- મીઠાં અનુભવો ધરાવતો મિશ્ર ફળદાયી દિવસ છે. નિર્ધારિત કાર્ય કરવાની પ્રેરણા સાથે એ દિશામાં પ્રયત્ન કરશો. આજે આપનું વલણ તટસ્થ રહેશે. ધાર્મિક અને માંગલિક કાર્યોમાં ઉપસ્િથત રહેશો. યાત્રાધામની મુલાકાતના સંજોગો ઊભા થાય. સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધશે. વિદેશથી મિત્રો કે સ્વજનોના સમાચાર મળે. માનસિક અસ્વસ્થતા અને સંતાનોની ચિંતાથી વ્યગ્રતા અનુભવો. વ્યવસાયમાં સમસ્યા સર્જાય.
કન્યા: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. બહારનું મસાલેદાર ભોજન લેવાના બદલે સાદા ભોજનનો આગ્રહ રાખવો. મૌનના શસ્ત્રથી ગુસ્સાને કાબુમાં રાખો. ખર્ચને અંકુશમાં રાખવાની ખાસ સલાહ છે. આપના વિરોધીઓ આપની વિરુદ્ધ કોઈ કાવાદાવા ના કરે તે માટે તમારે પોતાની રીતે જ સતર્કતા વધારવી પડશે. જળ અને અગ્નિથી પણ સાચવવું પડશે. ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે.
તુલા: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આજનો દિવસ મોજમસ્તી, મનોરંજન, રોમાન્સ અને પ્રણયમાં પસાર થશે. આપ લોકોમાં પ્રતિષ્ઠા અને આદરભાવ મેળવી શકશો. ભાગીદારોથી લાભ થઇ શકશે. આપ સારા વસ્ત્ર અલંકારો ખરીદી શકશો. લગ્ન અને વાહનનું સુખ સારી રીતે માણી શકશો. શરીર અને મનની સ્વસ્થતા જળવાઇ રહેશે. મિત્રો સાથે આનંદદાયક પ્રવાસ થાય.
વૃશ્ચિક: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આપ ઘરમાં સુખ શાંતિ અને રાહતનો શ્વાસ મેળવી શકશો. આપને શારીરિક-માનસિક સ્ફૂર્તિને કારણે કામ કરવાનો ઉત્સાહ જણાશે. નોકરીના સ્થળે આપને સહકર્મચારીઓનો સાથસહકાર મળી રહેશે. અધૂરાં કાર્યો હવે પૂરા થશે. થોડો ખર્ચ થવા છતાં આપ ચિંતા નહીં અનુભવો કારણ કે આવક અને સિલક બંનેની તમે અગાઉથી વ્યવસ્થા કરી રાખશો.
ધન: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજે આપ કોઇ પ્રવાસ કે યાત્રા કરવાનું વિચારી રહ્યા હોવ તો થોભો અને રાહ જુઓની નીતિ વધુ બહેતર રહેશે. કામમાં સફળતા મેળવવા અને બીજાનો સહકાર મેળવવા માટે સ્વભાવમાં આવેશ અને ગુસ્સા પર કાબુ રાખીને સૌમ્યતા વધારવાનો પ્રયાસ કરવો. સ્વાસ્થ્યની કાળજી લેવાથી આપને ફાયદો થશે. વિવાદ કે ચર્ચામાં પડવાના બદલે પોતાના કામથી મતલબ રાખવો. સંતાનોની બાબતોમાં વ્યસ્તતા વધશે. રોમાન્સ અને આર્થિક લાભ માટે સમય સારો છે.
મકર: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ કેટલીક બાબતોમાં પ્રતિકૂળતાઓ જન્માવી શકે છે. આજે આપનામાં તાજગી સ્ફૂર્તિ ઓછી હોવાનું લાગ્યા કરશે. કુટુંબના સભ્યો સાથે વાણી અને વર્તનમાં સંભાળવું તેમજ કોઈપણ જુના વિવાદ ફરી જાગે નહીં તેનું ધ્યાન રાખવું. ઘરમાં કલેશનું વાતાવરણ ટાળવા માટે સમાધાનકારી બનજો. છાતીના દર્દથી પરેશાની અનુભવાય. જાહેર જીવનમાં આપની સક્રિયતા ઘટશે. પૂરતો આરામ અને પૂરતી ઊંઘ ન મળવાથી આપનું આરોગ્ય બગડી શકે છે માટે સાચવજો. આજે કોઇ જળાશયની મુલાકાત ટાળવી.
કુંભ: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. આજે આપના મન પરથી ચિંતાનો ભાર હળવો થઇ જશે અને આપ માનસિક પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આ સાથે જ આપની તનની સ્વસ્થતા પણ આજે જળવાશે. ઘર- કુટુંબનું વાતાવરણ એખલાસભર્યું અને આનંદિત રહેશે. વિશેષ કરીને ભાઇબહેનો સાથેના સંબંધોમાં આજે હૂંફ અને લાગણીનો અનુભવ કરશો. પ્રિયતમાનો સંગાથ મનને રોમાંચિત કરશે. ટૂંકી મુસાફરીની શક્યતા નકારી શકાય નહીં.
મીન: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આપને ખર્ચ ઉપરાંત ક્રોધ અને જીભ પર સંયમ રાખવાની સલાહ છે. કોઇક સાથે તકરાર ટાળવા માટે ગુસ્સાને અંકુશમાં રાખવો. આર્થિક બાબત કે લેવડદેવડમાં સાવધાની રાખવી. પરિવારના સભ્યો સાથે ખટરાગ ના થાય તે જોવું. નકારાત્મક વિચારો મન પર છવાયેલા રહેતા હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડે. ખાવાપીવામાં બેદરકારી ના રાખવી અન્યથા આરોગ્ય બગાડી શકે છે.