મહિલાને નીચે ઊતારવા પ્રયાસ નવી દિલ્હી : તામિલનાડુના લગભગ 200 ખેડૂતો પાકના ભાવ સહિતની વિવિધ માંગણીઓને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા ખેડૂતો તેમની સાથે આત્મહત્યા કરી ચૂકેલા ખેડૂતોની ખોપરી અને હાડકા પણ લઈ જઈ રહ્યા છે.
મહિલા આત્મહત્યા કરવા ઝાડ પર ચઢી : દરમિયાન વિરોધ કરી રહેલી એક મહિલા ખેડૂત ઝાડ પર ચઢી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા આત્મહત્યા કરવા માટે ઝાડ પર ચઢી હતી. મહિલાને ઝાડ પરથી નીચે ઉતારવા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાને ઝાડ પરથી નીચે ઉતારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
માગણીઓ માટે વિરોધ : સાથે જ વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે વારાણસી જઈને પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી લડીશું. તેમણે એમ પણ કહ્યું કે તેમણે અગાઉ પણ તેમની માંગણીઓ માટે વિરોધ કર્યો હતો. અમે પીએમના વિરોધમાં નથી કે કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી. અમને ફક્ત તેમની મદદ જોઈએ છે.
કોર્ટની પરવાનગી લઇ વિરોધ પ્રદર્શન : ખેડૂતોનો આરોપ છે કે શરૂઆતમાં તેમને વિરોધ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી, પરંતુ બાદમાં તેઓએ કોર્ટની પરવાનગી લીધી હતી. ખેડૂત નેતાએ કહ્યું કે, અમે લોકશાહી દેશમાં રહીએ છીએ અને અમને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ પોલીસે અમને રોક્યા હતાં. તમિલનાડુના ખેડૂતોએ અગાઉ પણ જંતર-મંતર પર આવા જ વિરોધ પ્રદર્શન કર્યા હતા.
- UP: ઉન્નાવના ટ્રાસ ગંગા સિટીમાં જમીન હસ્તગત મુદ્દે ખેડૂતોનું ઉગ્ર આંદોલન
- રાષ્ટ્રીય કિસાન પરિષદે વલસાડ જિલ્લા કલેકટરને આપ્યુ આવેદનપત્ર, કૃષિ કાયદો રદ કરવા કરી માંગ