નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે દેશમાં ઇન્ટરનેટના ભાવને નિયંત્રિત કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે રજત નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા કહ્યું કે ગ્રાહકો પાસે ઇન્ટરનેટ સેવાઓનો લાભ લેવા માટે ઘણા વિકલ્પો છે.
બેન્ચે કહ્યું, "આ એક ફ્રી માર્કેટ છે. ઘણા વિકલ્પો છે. તમને વાયર્ડ ઇન્ટરનેટ મળે છે, અન્ય ઇન્ટરનેટ પણ છે, BSNL અને MTNL પણ તમને ઇન્ટરનેટ આપી રહ્યા છે." અરજદારે આરોપ લગાવ્યો છે કે Jio અને રિલાયન્સ મોટાભાગના માર્કેટને કંટ્રોલ કરે છે.
'કોમ્પિટિશન કમીશન ઓફ ઈન્ડિયામાં જાઓ'
આના પર ખંડપીઠે કહ્યું, "જો તમે કાર્ટેલાઇઝેશનનો આરોપ લગાવી રહ્યા છો, તો ભારતીય સ્પર્ધા પંચ પાસે જાઓ." જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો અરજદાર યોગ્ય વૈધાનિક ઉપાયનો આશરો લેવા ઈચ્છે છે, તો તે તેમ કરવા માટે સ્વતંત્ર છે.
Jioનો હિસ્સો સૌથી વધુ છે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા (TRAI) અનુસાર, નાણાકીય વર્ષ 2024માં રિલાયન્સ જિયો ઈન્ફોકોમનો કુલ ઈન્ટરનેટ સબ્સ્ક્રાઈબર્સમાં 50.40 ટકા બજાર હિસ્સો હતો. આ પછી ભારતી એરટેલ 30.47 ટકા શેર સાથે બીજા સ્થાને છે.
ધ ઈન્ડિયન ટેલિકોમ સર્વિસ યરલી પરફોર્મન્સ ઈન્ડિકેટર 2023-2024 શીર્ષકવાળા ટ્રાઈના રિપોર્ટ અનુસાર, માર્ચ 2023ના અંતે ઈન્ટરનેટ સબ્સ્ક્રાઈબર્સની કુલ સંખ્યા 881.25 મિલિયનની સરખામણીમાં માર્ચ 2024ના અંતે વધીને 954.40 મિલિયન થઈ ગઈ છે, જે વાર્ષિક 8.30 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
- ઈન્વેસ્ટર્સ સમિટમાં ગૌતમ અદાણીનું મોટું એલાન, મધ્ય પ્રદેશમાં કરશે 1.10 લાખ કરોડનું રોકાણ
- PM કિસાન યોજનાનો 19મો હપ્તો આજે થશે જાહેર, આ રીતે તપાસો તમે પાત્ર છો કે નહી?