કાનપુર :ચાંદીમાં નવો રેકોર્ડ નોંધાયો છે. ચાંદીનો ભાવ રૂ. 92 હજારને પાર પહોંચ્યો છે. બુલિયન માર્કેટમાં ચાંદીના વધતા ભાવ માટે ચીન દ્વારા થતી આડેધડ ખરીદી અને અટકળોને જવાબદાર ગણવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં ચાંદી 1 લાખ રૂપિયાને પાર કરી શકે છે.
ચાંદીનો ભાવ :કાનપુરના બુલિયન વેપારીઓના જણાવ્યા અનુસાર શુક્રવારના રોજ MCX પર ચાંદી 89,680 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. GST ઉમેર્યા બાદ તેની કિંમત 92 હજાર રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ છે.
ચાર મહિનામાં અધધ વધારો : એવું માનવામાં આવે છે કે, ડિસેમ્બરમાં ચાંદીની કિંમત 78,050-73,846 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, તો એપ્રિલમાં કિંમત 87,580-76,544 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી હતી. હાલમાં બજારમાં ચાંદીનો ભાવ 92 હજાર રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયો છે.
ભાવ વધારાનું કારણ શું ?
ચાંદીના ભાવ માટે આ એક નવો રેકોર્ડ છે, તેની પાછળનું કારણ સટ્ટાબાજી માનવામાં આવે છે. બુલિયન વેપારીઓએ કહ્યું કે, અટકળોના કારણે છેલ્લા ચાર મહિનામાં ચાંદીની કિંમતમાં લગભગ 17 હજાર રૂપિયાનો વધારો થયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ચાંદીનો ભાવ 78,050 રૂપિયા હતો, જે હવે 92 હજાર રૂપિયા પર પહોંચી ગઈ છે. જો સટ્ટાબાજી આમ જ ચાલતી રહી તો આવનારા સમયમાં ચાંદીની કિંમત 1 લાખ રૂપિયાને પાર કરી શકે છે. બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો થવાને કારણે તેની માંગમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. હવે બજારમાં ખરીદદારો કરતાં ચાંદીના વેચાણકર્તાઓ વધુ જોવા મળે છે.
ચાંદી પર ચીની નજર, શા માટે ?
બજાર નિષ્ણાતોનું કહેવું છે કે,બીજું સૌથી મોટું કારણ ચીન દ્વારા થઈ રહેલી આડેધડ ખરીદી છે. ચીન ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાં વપરાતી ચાંદીનો સંગ્રહ કરી રહ્યું છે. આ કારણે ચાંદીની ખરીદી અને તેના ભાવ વધી રહ્યા છે. હાલમાં વિશ્વમાં સૌથી વધુ ચાંદી ચીનમાંથી હોવાનું જાણવા મળી રહ્યું છે.
- ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, BSE Sensex 74,000 પાર - Share Market Update
- NSE-BSE મહત્વપૂર્ણ નિર્ણય : શનિવારે સ્પેશિયલ ટ્રેડિંગ સેશન, સોમવારે શેરબજારમાં રજા