દિલ્હીઃ દેશના પાટનગર દિલ્હીમાં ગુનેગારો બેફામ થઈ રહ્યા છે. દરરોજ અલગ-અલગ ગેંગ નાના મોટા ગુનાઓ નિર્ભય થઈને કરી રહ્યા છે. તાજેતરમાં જ નજફગઢ વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગ થવાની ઘટના ઘટી છે. આ ઘટનાને પરિણામે સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ફાયરિંગમાં 2 લોકોના કરુણ મૃત્યુ પણ થયા છે. માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ અત્યારે કાયદાકીય તપાસ કરી રહી છે.
Delhi Crime News: દિલ્હીના નજફગઢમાં સરાજાહેર ગોળીબાર, 2ના મૃત્યુ થયાં - સરાજાહેર ગોળીબાર
શુક્રવારે દિલ્હીના નજફગઢ વિસ્તારમાં ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ફાયરિંગમાં 2 લોકોના કરુણ મૃત્યુ થયા છે. પોલીસે ફાયરિંગ કરનારને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. Firing in Najafgarh

Published : Feb 9, 2024, 7:19 PM IST
પોલીસે જણાવ્યું કે, નજફગઢ પોલીસ સ્ટેશન ખાતે પીસીઆર કોલ આવ્યો હતો. જેમાં ફોન કરનારે માહિતી આપી હતી કે ઈન્દ્રા પાર્ક, પિલર નંબર 80, સલૂનમાં 1 છોકરાને ગોળી વાગી છે. આ ઉપરાંત, મોહન ગાર્ડનમાં બંદૂકની ગોળીથી ઘાયલ થયેલા 2 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા અંગે પણ ફોન આવ્યો હતો. સોનુ અને આશિષ નામના બંને વ્યક્તિઓના ઈજાના કારણે મોત નીપજ્યા હતા. મૃતકો પર શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું ? શા માટે આ ભરચક વિસ્તારમાં જ ફાયરિંગ કરવામાં આવ્યું? આ સવાલોના જવાબો પોલીસ શોધી રહી છે. આ વિસ્તારોમાં વિવિધ ગેંગ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે આવા હથકંડા અજમાવતી રહે છે. પોલીસ આ ફાયરિંગમાં ભૂતકાળના ગુનેગારો કે નવા છોકરાઓ સામેલ છે તેની પણ તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ ક્રાઈમ અને એફએસએલની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. બંને ટીમ ગુનેગાર સુધી પહોંચવા માટે સલૂનની અંદરથી પુરાવા એકત્ર કરી રહી છે. કોણે ગોળીબાર કર્યો તે અંગે હાલ કોઈ જાણકારી મળી રહી નથી.