ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ, બાઇક પર બે લોકો આવ્યા મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી - salman khan house firing - SALMAN KHAN HOUSE FIRING

અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી આવાસની બહાર એક ઘટના બની છે. જ્યાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. ટુ-વ્હીલર પર સવાર બે લોકોએ સવારે 4.50 વાગ્યે સલમાન ખાનના ઘરની બહાર હવામાં ગોળીબાર કર્યો હતો.બે શખ્સો બાઇક પર આવ્યા.અને ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. આ ફાયરિંગમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

SALMAN KHAN
SALMAN KHAN

By ETV Bharat Gujarati Team

Published : Apr 14, 2024, 10:32 AM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકીઓ બાદ સલમાન ખાન હંમેશા કડક સુરક્ષા હેઠળ રહે છે. પરંતુ કડક સુરક્ષા હોવા છતાં, આજે સવારે 4:50 વાગ્યે અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. જે બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.

એપાર્ટમેન્ટની સુરક્ષા વધારી: પ્રાપ્ત માહિતી અનુસાર, બે અજાણ્યા લોકોએ સવારે 4:50 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર હવામાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને ગોળીબાર ટુ-વ્હીલર પર થયા હતા. તેઓ હવામાં ફાયરિંગ કરી ત્યાંથી ભાગી ગયા હતા. બંનેએ હેલ્મેટ પહેર્યુ હતું. તેથી તેઓની ઓળખ થઈ શકી નથી. ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મુંબઈ પોલીસે ફાયરિંગની ગંભીર નોંધ લીધી છે. લોરેન્સ બિશ્નોઈ જેલમાં હોવા છતાં તેની ગેંગ બહાર છે, પોલીસનું કહેવું છે કે ગોલ્ડી બરાર પણ બહાર છે. આવી સ્થિતિમાં પોલીસને શંકા છે, કે આ જ ગેંગે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. પરંતુ સલમાન ખાનને મળેલી ધમકીને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સલમાનને જાનથી મારી નાખવાની અનેક ધમકીઓઃ બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર શૂટિંગ કરવાના સમાચાર આવ્યા બાદ ચાહકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યુ છે. સલમાનની સુરક્ષાને લઈને દરેક વ્યક્તિ ચિંતિત છે. કારણ કે સલમાનને છેલ્લા ઘણા સમયથી ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પહેલા પણ સલમાન પર હુમલાના પ્રયાસો થયા છે. આવા સંજોગોમાં અભિનેતાના ઘરની બહાર ફાયરિંગનો મામલો ગંભીર માનવામાં આવે છે.

ધમકી બાદ સુરક્ષા વધારી દેવામાં આવીઃ અગાઉ મહારાષ્ટ્ર પોલીસના જવાનો સલમાનની સુરક્ષા માટે સાથે રહેતા હતા. પરંતુ ધમકીઓ મળ્યા બાદ તેને Y+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા વર્તુળમાં 11 જવાન હંમેશા સલમાન સાથે રહે છે. તેમાં એક કે બે કમાન્ડો અને 2 પીએસઓ પણ હોય છે. સલમાનના વાહનની આગળ અને પાછળ હંમેશા બે વાહનો હોય છે. આ સિવાય સલમાનની કાર પણ સંપૂર્ણપણે બુલેટપ્રુફ છે.

  1. રણબીર કપૂર-આલિયા ભટ્ટે સલમાન ખાનની ઈદ પાર્ટીમાં હાજરી આપી, જુઓ તસવીરો - ALIA RANBIR AT SALMAN HOUSE
  2. ઈદના દિવસે શાહરૂખ ખાનના ઘરની બહાર ચાહકોનો જમાવડો, પુત્ર અબરામ સાથે મન્નતની બહાર આવ્યો - SHAH RUKH KHAN

ABOUT THE AUTHOR

...view details