નવી દિલ્હી:વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં મોબ લિંચિંગની ઘટનાઓ પર X પર પોસ્ટ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ સરકારમાં આવા બદમાશોને ખુલી છૂટ મળી છે.
તેમણે કહ્યું કે, જે લોકો નફરતનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને સત્તાની સીડી પર ચઢ્યા છે તેઓ સતત દેશભરમાં ભયનું રાજ સ્થાપિત કરી રહ્યા છે. ભીડના રૂપમાં છુપાયેલા દ્વેષી તત્વો કાયદાના શાસનને પડકાર ફેંકીને ખુલ્લેઆમ હિંસા ફેલાવી રહ્યા છે. આ બદમાશોને ભાજપ સરકાર તરફથી ખુલી છૂટ મળી છે., તેથી જ તેઓએ આવું કરવાની હિંમત કેળવી છે.
આ ક્રમમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો પર સતત હુમલાઓ થઈ રહ્યા છે અને સરકારી તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે. આવા અરાજકતાવાદીઓ સામે કડક કાર્યવાહી કરીને કાયદાનું શાસન સ્થાપિત કરવું જોઈએ.