દેશને મળ્યો પહેલો એલિવેટેડ એક્સપ્રેસ વે નવી દિલ્હીઃ11 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું અને તેને દેશને સમર્પિત કર્યો છે. દ્વારકા એક્સપ્રેસ વે કાર્યરત થવાથી દિલ્હી અને ગુરુગ્રામના લાખો લોકોને ન માત્ર મુસાફરીમાં સારી સગવડ મળશે, પરંતુ ટ્રાફિક જામમાંથી પણ મુક્તિ મળશે. આ ઉપરાંત એરપોર્ટ પર આવનારા લોકોને પણ મોટી સુવિધા મળશે.
દ્વારકા એક્સપ્રેસ વે ઘણી રીતે ખાસ છે. તેની કિંમત અત્યાર સુધીના કોઈપણ પ્રોજેક્ટની સરખામણીમાં સૌથી વધુ છે. તેનું નિર્માણ અંદાજે રૂ. 9000 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, 9 કિલોમીટર અને એક જ થાંભલા પર 8 લાઈનોનો આ એક્સપ્રેસ વે તેને વધુ ખાસ બનાવે છે. એક્સપ્રેસ વેની કુલ લંબાઈ અંદાજે 30 કિલોમીટર છે અને તેમાંથી 19 કિલોમીટર ગુરુગ્રામમાંથી પસાર થાય છે. જ્યારે બાકીનો હિસ્સો દિલ્હીમાં છે. આ હાઇવે દિલ્હીના દ્વારકાથી શરૂ થાય છે અને જયપુર સાથે જોડાય છે.
આ એક્સપ્રેસ વે કાર્યરત થવાથી દ્વારકા અને દિલ્હીના અન્ય ભાગોથી ગુરુગ્રામ જતા લોકોને રાહત મળશે. એક્સપ્રેસ વેનો હરિયાણા વિભાગ પણ ખુલ્યો. જેના કારણે નેશનલ હાઈવે 48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેની ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. આ રૂટ ખુલ્લો થતાં દરરોજ આશરે 1 લાખ લોકો આ રૂટ પરથી મુસાફરી કરે છે. તેમનો લગભગ 20 મિનિટનો સમય બચશે.
એક્સપ્રેસ વે ચાર ભાગમાં વહેંચાયેલો છે. પહેલો ભાગ મહિપાલપુરને ભગવાન શિવની મૂર્તિ સાથે જોડે છે. બીજો દ્વારકા અર્બન એક્સટેન્શન રોડને બાજઘેડાથી જોડે છે. ત્રીજો ભાગ બાજઘેડાથી બસઈ રેલવે ઓવરબ્રિજ છે. જ્યારે ચોથો ભાગ બસઈ અને રેલવે ઓવરબ્રિજ ખેરકી દૌલા સુધીનો છે. આમાં ગુરુગ્રામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભાગ પર ગ્લોબલ લીફ ઇન્ટરચેન્જનો પણ સમાવેશ થાય છે.
આ એક્સપ્રેસ વે ખુલવાથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચેની કનેક્ટિવિટી સુધરશે. આ પ્રોજેક્ટમાં ટનલ, અંડરપાસ, ફ્લાયઓવર અને ફ્લાયઓવર ઉપર ફ્લાયઓવર છે. આ દેશનો પહેલો એલિવેટેડ એક્સપ્રેસ વે છે, જે આઠ લેન ધરાવે છે.
- PM In Rajasthan: PM મોદી આવતીકાલે ભારતની ત્રણેય સેનાઓની તાકાત જોવા જેસલમેર આવશે, 'ભારત શક્તિ'ના સાક્ષી બનશે
- PM Modi Ahmedabad visit: સાબરમતી આશ્રમની 1200 કરોડના ખર્ચે થશે કાયાપલટ, PM મોદી આવતીકાલે કરશે ખાતમુહૂર્ત