ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે કેન્સરનું વહેલું નિદાન શક્ય બનશે, સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સિસે પાયોનિયરિંગ બ્લડ-ટેસ્ટ લોન્ચ કર્યો - CANCER TEST

રિલાયન્સની સબસિડિયરી સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સિસે અનેકવિધ કેન્સરના વહેલીતકે નિદાન માટે પાયોનિયરિંગ બ્લડ-ટેસ્ટ લોન્ચ કર્યો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (Getty Images)

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2024, 10:34 PM IST

બેંગ્લોર:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી તેમજ અગ્રણી જિનોમિક્સ અને બાયોઈન્ફોર્મેટિક્સ કંપની, સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસે અનેકવિધ કેન્સરના વહેલીતકે નિદાન માટે નવતર લોહી-આધારિત ટેસ્ટને લોંચ કર્યો છે. આ ટેસ્ટમાં વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય લેટેસ્ટ મિથેઈલેશન પ્રોફિલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેન્સર ટ્યુમર DNA ફ્રેગમેન્ટ્સને ઓળખી કાઢવામાં આવે છે.

કેવી રીતે કેન્સરને ઓળખશે બ્લડ ટેસ્ટ?
કેન્સરસ્પોટ એ સામાન્ય લોહીના નમૂના પર કામ કરે છે અને પ્રોપરાઈટરી જીનોમ સિક્વન્સીંગ તેમજ વિશ્લેષણ પ્રક્રિયાનો ઉપયોગ કરીને લોહીમાં કેન્સરના ડીએનએ મિથેઈલેશન સિગ્નેચર્સની ઓળખ કરે છે. કેન્સરસ્પોટના સિગ્નેચર્સ, કે જે ભારતીય લોકોમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે, તે તીવ્રતમ બની રહ્યા છે અને વિશ્વભરની પ્રજાતિઓમાં ફેલાઈ રહ્યા છે. આ ટેસ્ટ પ્રોએક્ટિવ તથા રૂટિન કેન્સર સ્ક્રીનિંગ માટે સાદો અને સરળ વિકલ્પ પૂરો પાડે છે.

"ભારતમાં કેન્સર મોર્બિડિટી અને મૃત્યુ માટેના મોટા કારણ તરીકે ઊપસી આવ્યું છે"
આ અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ મેમ્બર, ઈશા અંબાણી પિરામલે જણાવ્યું હતું કે, "રિલાયન્સ એ માનવતાની સેવામાં ઔષધિઓના ભવિષ્યને નવો આકાર આપનારી ક્રાંતિકારી શોધો માટે કટિબદ્ધ છે. ભારતમાં કેન્સર મોર્બિડિટી અને મૃત્યુ માટેના મોટા કારણ તરીકે ઊપસી આવ્યું છે. તેનાથી દર્દીઓ, તેમના પરિવારજનો અને સમગ્ર સમુદાયો પર ભારેખમ નાણાકીય, સામાજિક અને મનોવૈજ્ઞાનિક ભારણ સર્જાય છે. આ કારણથી, સ્ટ્રેન્ડનો નોવેલ કેન્સર અર્લી ડિટેક્શન ટેસ્ટ પરિવર્તનકારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની અમારી પરિકલ્પનાને સાકાર કરે છે. અદ્યતન સારવાર અને સુખાકારીમાં જીનોમિક્સની શક્તિનો ઉપયોગ કરવા, અને ભારતમાં, તેમજ આખી દુનિયામાં જીવનધોરણ સુધારવા અમે કટિબદ્ધ છીએ. રિલાયન્સ ‘વી કેર’ની પોતાની કોર્પોરેટ ફિલોસોફીને અમારી દરેક શોધ દ્વારા અમલમાં મૂકે છે. નવું જીનોમિક્સ ડાયેગ્નોસિસ એન્ડ રિસર્ચ સન્ટર ફરી આ દર્શાવે છે.”

બેંગ્લોરમાં સ્ટ્રેન્ડના નવા અત્યાધુનિક જીનોમિક્સ ડાયેગ્નોસ્ટિક્સ એન્ડ રિસર્સ સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જીનોમિક્સ ડાયેગ્નોસ્ટિક્સ એન્ડ રિસર્ચ સેન્ટરનું જીનોમિક્સ એન્ડ બાયોફિઝિકલ કેમિસ્ટ્રીમાંના વૈશ્વિક નિષ્ણાત તેમજ અગાઉ કોલમ્બિયા યુનિવર્સટી, યુસી બર્કલી, અને બોસ્ટન યુનિવર્સિટી ખાતેના પ્રોફેસર ડો. ચાર્લ્સ કેન્ટર દ્વારા જીનોમિક્સ ક્ષેત્રના અન્ય અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું. આ 33,000 ચોરસ ફીટની સુવિધામાં અત્યાધુનક જીનોમિક્સ લેબોરેટરી અને સાથે લેટેસ્ટ સિક્વન્સીંગ ટેકનોલોજી તથા વર્કફ્લો આવેલા છે જેની ડિઝાઈન બાયોમેટ્રિક્સ નિષ્ણાતો, મોલેક્યુલર બાયોલોજિસ્ટ તથા ક્લિનિકલ ટીમો વચ્ચે સહયોગને વેગવાન બનાવવાના હેતુસર તૈયાર કરાઈ છે.

આ પણ વાંચો:

  1. સૈનિકની વિધવાને કોર્ટમાં લઈ જવા પર સરકારને ફટકાર, SCએ ફટકાર્યો 50 હજારનો દંડ
  2. ભગવાન શ્રીરામની જન્મ તારીખ જાણો છો ? ના જાણતા હોય તો વાંચો આ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details