નવી દિલ્હી:દેશભરના વિવિધ ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે સોમવારે મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યાર બાદ ખેડૂતોએ જાહેરાત કરી કે તેઓ વિરોધ કરવા માટે મંગળવારે સવારે 10 વાગ્યે દિલ્હી તરફ કૂચ કરશે. ખેડૂતોની આ કૂચને અટકાવવા માટે અને આંદોલનને ડામવા માટે સરકાર સાથે તેમનું વહિવટ તંત્ર અને પોલીસ તંત્ર કામે લાગ્યું છે. ખેડૂતોની દિલ્હી તરફ કૂચને અટકાવવા માટે અને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે દિલ્હીની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત કરવામાં આવી છે. એક તરફ દિલ્હીની સરહદ બદરપુર બોર્ડર પર હરિયાણાના ફરીદાબાદને મળે છે. યુપી અને હરિયાણાની સરહદો પર પણ બ્લોકર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પાંચ હજારથી વધુ સુરક્ષા જવાનોને સરહદો પર તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે હરિયાણા-પંજાબ શંભુ બોર્ડર પર ભારે ઘર્ષણ સર્જાયું છે પોલીસને ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
Farmer Protest Live: ડ્રોનથી ખેડૂતો પર છોડાયા ટિયર ગેસના સેલ, હરિયાણા-પંજાબ બોર્ડર પર ઘર્ષણ
ખેડૂતોની દિલ્હી તરફ કૂચને અટકાવવા માટે અને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે દિલ્હીની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત કરવામાં આવી છે. ત્યારે હરિયાણા-પંજાબ બોર્ડર પર પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા હતાં, જેના માટે પોલીસે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો.
Published : Feb 13, 2024, 1:47 PM IST
|Updated : Feb 13, 2024, 1:52 PM IST
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આખી સરહદ સીલ કરી દેવામાં આવી છે, જાણે કે, દુશ્મન દેશની સરહદ હોય. હરિયાણા-પંજાબ, દિલ્હીને અડીને આવેલા રાજસ્થાન અને દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના પડોશી જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીની આસપાસના જિલ્લાઓમાં મૌખિક સૂચના આપવામાં આવી છે કે કોઈપણ ખેડૂતના ટ્રેક્ટરમાં 10 લીટરથી વધુ ડીઝલ ન નાખવામાં આવે.પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા માટે હરિયાણા-પંજાબ શંભુ બોર્ડર પર ટીયર ગેસ માટે ડ્રોનનો ઉપયોગ કરાયો
દિલ્હી નોર્ધન રેન્જના એડિશનલ સીપી રાજીવ રંજન સિંહે કહ્યું કે દિલ્હી પોલીસ દ્વારા તે તમામ સરહદો પર ખૂબ જ મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાંથી પ્રદર્શનકારીઓ આવવાની શક્યતા છે. દિલ્હી પોલીસની પોતાની ફોર્સ ઉપરાંત CAPF ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. સિંઘુ બોર્ડર પર ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વિરોધીઓ અમારી સૂચનાનો અનાદર ન કરે.