રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના વડા રામદાસ આઠવલેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના લીધા શપથ - Narendra Modis Swearing - NARENDRA MODIS SWEARING
Published : Jun 9, 2024, 8:54 AM IST
|Updated : Jun 9, 2024, 10:29 PM IST
નવી દિલ્હી:નરેન્દ્ર મોદી આજે (9 જૂન, રવિવાર) રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે 7:15 વાગ્યે શપથ લેવડાવશે, જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ 9 જૂન, 2024ના રોજ સાંજે 07.15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. બીજેપીના વરિષ્ઠ નેતાઓ અમિત શાહ અને રાજનાથ સિંહ ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને તેલુગુ દેશમ પાર્ટીના એન ચંદ્રબાબુ નાયડુ, જેડી(યુ)ના નીતિશ કુમાર અને શિવસેનાના એકનાથ શિંદે સરકારમાં તેમના પ્રતિનિધિત્વના હિસ્સાને અંતિમ સ્વરૂપ આપે તેવી અપેક્ષા છે. પક્ષકારોની સલાહ લેવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહનું જીવંત પ્રસારણ ઈટીવી ભારતના વેબપોર્ટલ પર નિહાળી શકશો.
LIVE FEED
રામદાસ આઠવલેએ NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
સી.આર. પાટીલે NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
ભાજપના નેતા સી.આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
ચિરાગ પાસવાને NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
LJP (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
મનસુખ માંડવિયાએ DA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
ભાજપના નેતા મનસુખ માંડવિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
કિરન રિજિજુએ NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
ભાજપના નેતા કિરન રિજિજુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
જ્યોતિરાદિત્ય સિંધિયાએ NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
પ્રહલાદ જોશીએ NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
ભાજપના નેતા પ્રહલાદ જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
TDP નેતા રામ મોહન નાયડુએ NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
TDP નેતા રામ મોહન નાયડુ કિંજરાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
ડૉ વીરેન્દ્ર કુમારે NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં ભાજપના નેતા ડૉ વીરેન્દ્ર કુમારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
સર્બાનંદ સોનોવાલે NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
ભાજપના નેતા સર્બાનંદ સોનોવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
JDU નેતા રાજીવ રંજન (લાલન) સિંહે NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
JDU નેતા રાજીવ રંજન (લાલન) સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર)ના સ્થાપક જીતન રામ માંઝીએ NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર)ના સ્થાપક જીતન રામ માંઝીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
ધર્મેન્દ્ર પ્રધાને NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
બીજેપી નેતા ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
પીયૂષ ગોયલે NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
બીજેપી નેતા પીયૂષ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
મનોહર લાલ ખટ્ટરે NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
ભાજપના નેતા મનોહર લાલ ખટ્ટરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
એચડી કુમારસ્વામીએ NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
એચડી કુમારસ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
શિવરાજ સિંહ ચૌહાણે NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
એસ.જયશંકરે NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
ભાજપના નેતા એસ. જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
નિર્મલા સીતારમણે NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
ભાજપના નેતા નિર્મલા સીતારમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
રાજનાથ સિંહને મળ્યુ કેબિનેટમાં સ્થાન
રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા.
નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદના લીધા શપથ
નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શપથ લેવડાવવા પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવા પહોંચ્યા
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પહોંચ્યા
શપથ ગ્રહણ સમારોહ માટે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, તેમના પત્ની સુદેશ ધનખડ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પહોંચ્યા.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રપતિ ભવન ખાતે હાજર
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન-નિયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે હાજર છે.
બીજેપી સાંસદ હેમા માલિની પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન
બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું, "આ આપણા બધા માટે ખૂબ જ ખુશીની ક્ષણ છે કે વડાપ્રધાન-નિયુક્ત મોદી ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. જે પણ કામ બાકી છે, અમે ત્રીજી ટર્મમાં તે ચોક્કસપણે પૂર્ણ કરીશું."
પુષ્કર સિંહ ધામી પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન, શપથ ગ્રહણ સમારોહમાં આપશે હાજરી
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી વડા પ્રધાન-નિયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.
LJP (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાન માતા સાથે પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન
LJP (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાનની માતા રીના પાસવાને કહ્યું કે, "આજનો દિવસ મારા માટે મોટો છે, હું ખૂબ જ ખુશ છું કે મારો પુત્ર આજે મંત્રી બનવા જઈ રહ્યો છે."
શિવરાજ સિંહ ચૌહાણ તેમની પત્ની સાથે પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન
ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ શિવરાજ સિંહ ચૌહાણ તેમની પત્ની સાથે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.
NCP નેતા અજિત પવારનુ નિવેદન, અમારું સંપૂર્ણ સમર્થન NDA સાથે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને NCP નેતા અજિત પવારે કહ્યું કે, અમારું સંપૂર્ણ સમર્થન NDA સાથે છે.
મોદી સરકાર 3.0ના શપથ ગ્રહણ માટે રાષ્ટ્રપતિ ભવન તૈયાર
આજે નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવા જઈ રહ્યાં છે ત્યારે રાષ્ટ્રપતિ ભવનને રોશનીથી શણગારવામાં આવ્યો છે અને શપથવિધિની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. લ
મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા
મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ મનોનીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા દિલ્હી, પીએમના શપથગ્રહણ સમારોહમાં આપશે હાજરી
વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી પહોંચ્યા હતા
TDP વડા એન ચંદ્રબાબુ નાયડુ દિલ્હી પહોંચ્યા, પીએમના શપથગ્રહણ સમારોહમાં આપશે હાજરી
TDP વડા એન ચંદ્રબાબુ નાયડુ આજે સાંજે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા દિલ્હી પહોંચ્યા
નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ટી મિટિંગ, NDA નેતાઓએ લીધો ભાગ
NDA નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ટી મિટિંગમાં ભાગ લીધો હતો.
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ માટે નવી દિલ્હી પહોંચ્યા
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ ભારતના વડા પ્રધાન પદ માટે નામાંકિત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા દિલ્હી પહોંચ્યા હતા.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝૂ ભારત પહોંચ્યા, નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝૂ ભારતના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા.
બાપુને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદીએ 'નેશનલ વોર મેમોરિયલ' પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ
રાજઘાટ પર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદી 'નેશનલ વોર મેમોરિયલ' પહોંચ્યા, જ્યાં તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન તેમની સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા
PM મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપી
શપથગ્રહણ પહેલાં પીએમ મોદી અટલ બિહાર વાજપેયીના સમાધી સ્થળ 'સદૈવ અટલ' પર પહોંચ્યા હતાં અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપી હતી.