ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'હુઈ હૈ વહીં જો રામ રચી રાખા...', આખરે બ્રિજભૂષણ શરણસિંહે એવું કેમ કહ્યું ? - Lok Sabha Election 2024

ભાજપે હજુ કૈસરગંજ સીટ પરથી ઉમેદવારની જાહેરાત કરી નથી. પોતાની ટિકિટ ફાઇનલ ન થવાનું ટેન્શન હવે વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના ચહેરા પર દેખાઈ રહ્યું છે. જોકે આ દરમિયાન તેમનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે, જુઓ શું છે મામલો ?

By ETV Bharat Gujarati Team

Published : Apr 19, 2024, 9:12 AM IST

'હુઈ હૈ વહીં જો રામ રચી રાખા...', આખરે બ્રિજભૂષણ શરણસિંહે એવું કેમ કહ્યું ?
'હુઈ હૈ વહીં જો રામ રચી રાખા...', આખરે બ્રિજભૂષણ શરણસિંહે એવું કેમ કહ્યું ?

લખનઉ :ભાજપે હજુ કૈસરગંજ બેઠક પરથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના ચહેરા પર તણાવ દેખાઈ રહ્યો છે. ગુરુવારે તેમણે આ મુદ્દાને લઈને રામાયણની એક ચૌપાઈનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

ટોક ઓફ ધ ટાઉન :ભાજપે હજુ કૈસરગંજ સીટ પરથી ઉમેદવારની જાહેરાત કરી નથી. પોતાની ટિકિટ ફાઇનલ ન થવાનું ટેન્શન હવે વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના ચહેરા પર દેખાઈ રહ્યું છે. જોકે આ દરમિયાન તેમનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે, જુઓ શું છે મામલો ?

બ્રિજભૂષણની ચર્ચીત ચૌપાઈ :જ્યારે પત્રકારોએ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહને કહ્યું કે, હજુ ટિકિટ ફાઈનલ નથી થઈ. તો તેમણે હસતા હસતા જવાબ આપ્યો કે, "હુઈ હૈ વહીં જો રામ રચિ રાખા". બ્રિજભૂષણ શરણસિંહે કહેલી આ ચોપાઈ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. યુઝર્સ તેને ટિકિટ સાથે લિંક કરતા જોવા મળ્યા હતા.

આચારસંહિતા ભંગનો માહોલ :તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ બ્રિજભૂષણ શરણસિંહ દ્વારા આચારસંહિતા ભંગનો મામલો પણ સામે આવ્યો હતો. તેઓ ટિકિટ વગર સમર્થકોના કાફલા સાથે સભામાં જતા હોવાના આક્ષેપો થયા હતા.

આ લોકસભા બેઠક પર ઉમેદવારી બાકી :ભાજપે હજુ સુધી કૈસરગંજ અને રાયબરેલી સીટ પરથી ટિકિટ ફાઇનલ કરી નથી. આ અંગે અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ખાસ કરીને બ્રિજભૂષણ શરણસિંહને લઈને વિવિધ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. આ સિવાય બ્રિજભૂષણ શરણસિંહ ટિકિટ ફાઇનલ કર્યા વગર પોતાના સમર્થકો સાથે જનતાની વચ્ચે જઈ રહ્યા છે.

  1. બ્રિજભૂષણ સિંહે યૌન ઉત્પીડન કેસમાં વધુ તપાસ માટે દિલ્હી કોર્ટમાં અરજી કરી
  2. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના વાંધા બાદ બ્રિજ ભૂષણના ઘરેથી WFI ઓફિસ હટાવી દેવામાં આવી

ABOUT THE AUTHOR

...view details