ગ્વાલિયર (પીયુષ શ્રીવાસ્તવ):દેશની આઝાદીમાં અનેક મહાન હસ્તીઓ, ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ યોગદાન આપ્યું છે. ભારતને અંગ્રેજોથી આઝાદ કરાવવામાં મહાત્મા ગાંધીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના કારણે તેમને રાષ્ટ્રપિતાનો દરજ્જો આપવામાં આવ્યો હતો, પરંતુ આઝાદીના પાંચ મહિના પછી નવી દિલ્હીના બિરલા ભવનમાં નાથુરામ ગોડસે દ્વારા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેના માટે નાથુરામ ગોડસે અને તેના સાથીઓને બાદમાં ફાંસીની સજા આપવામાં આવી હતી, જોકે, આ હત્યાની કહાની મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લખવામાં આવી હતી.
ગ્વાલિયર હિન્દુ મહાસભાનો ગઢ હતો
વરિષ્ઠ પત્રકાર દેવ શ્રીમાળી જણાવે છે કે, "નાથુરામ ગોડસે હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન હિંદુ મહાસભાના સભ્ય હતા. તે સમયે ગ્વાલિયરમાં હિંદુ મહાસભા ખૂબ જ સક્રિય હતી. આ વિસ્તાર આ રાષ્ટ્રવાદી પક્ષનો ગઢ માનવામાં આવતો હતો. નાથુરામ ગોડસે અને હિંદુ મહાસભા ભારતમાંથી પાકિસ્તાન અલગ પડ્યા બાદ મહાત્મા ગાંધી ઉપર પાડોશી દેશને આર્થિક મદદનું સમર્થન કરવા પર ભારતને નબળું પાડવા માટે જવાબદાર માનતા હતાં. માટે ગ્વાલિયરમાં તેમની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (ETV Bharat) અહીંથી ખરીદી પિસ્તોલ, સ્વર્ણ રેખા નદીના કિનારે કરી પ્રેક્ટિસ
ગાંધીજીની હત્યામાં સંડોવાયેલા ગોડસેના સહયોગીઓએ તેમની ધરપકડ બાદ તેમના નિવેદનોમાં ખુલાસો કર્યો હતો કે, સમગ્ર પ્લાનિંગ ગ્વાલિયરમાં કરવામાં આવ્યું હતું, તેના માટે સિંધિયા સ્ટેટમાંથી (સિંધિયા સ્ટેટમાં બનાવાયેલી) પિસ્તોલ પણ ખરીદવામાં આવી હતી. તે સમયે ગ્વાલિયર એટલું વિકસિત ન હતું. પહેલા અહીં જંગલ પણ હતું. હત્યા પહેલા ગોડસેએ આ જ જંગલમાંથી પસાર થતી સ્વર્ણ રેખા નદીના કિનારે ત્રણ દિવસ સુધી શૂટિંગની પ્રેક્ટિસ કરી હતી.
ગ્વાલિયરમાંથી ખરીદી હતી પિસ્તોલ (ETV Bharat) સાત સાથીઓ સાથે ગાંધીજી પાસે પહોંચ્યો હતો ગોડસે
ત્રણ દિવસની શૂટિંગ પ્રેક્ટિસ બાદ નાથુરામ ગોડસે તેના પાર્ટનર નારાયણ આપ્ટે અને અન્ય 6 મિત્રો સાથે દિલ્હી પહોંચ્યો હતો. કહેવાય છે કે 30 જાન્યુઆરી, 1948ના રોજ સાંજે 5 વાગ્યે મહાત્મા ગાંધી દિલ્હીના બિરલા હાઉસના બગીચામાં હતા અને પ્રાર્થના માટે જઈ રહ્યા હતા. દરમિયાન, ગોડસે, લશ્કરી ગણવેશમાં સજ્જ થઈને પાછળથી રસ્તો બનાવતા અને ભીડમાંથી પસાર થઈને તેમની સામે આવી ગયો, અને તેજ પિસ્તોલમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની છાતીમાં ત્રણ ગોળીઓ ધરબી દીધી. જેનાથી તેમનું મૃત્યું થઈ ગયું.
નાથુરામ ગોડસે કરી હતી ગાંધીજીની હત્યા (Etv Bharat) હત્યાના એક વર્ષ બાદ અપાઈ હતી ફાંસી
મહાત્મા ગાંધીની હત્યા બાદ, ગોડસે અને તેના પકડાયેલા સાથીઓ સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે 10 ફેબ્રુઆરી 1949ના રોજ ગાંધીજીની હત્યા માટે નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, જ્યારે તેમના છ સાથીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જેમાં નાથુરામના ભાઈ ગોપાલનો પણ સમાવેશ થાય છે. અને આ રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાના કલંકમાં ગ્વાલિયરનું નામ પણ સામેલ થઈ ગયું.
- ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોચ્યા કુંભમાં, સંતો સાથે કર્યું શાહીસ્નાન
- મહાકુંભ પર મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન, કહ્યું 'ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર નહીં થાય'