પ્રયાગરાજ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહાકુંભ 2025 માં સંગમ સ્નાન માટે સોમવારે પ્રયાગરાજ આવ્યા છે. મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ 8 કલાક સુધી મહાકુંભ મેળા વિસ્તારમાં રહેશે. રાષ્ટ્રપતિના આગમનને લઈને સુરક્ષા એજન્સીઓએ રવિવારે જ સઘન ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે સંગમ ઘાટ પર:
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહાકુંભમાં સ્નાન કરવા વહેલી સવારે સંગમ ઘાટ પાસે પહોંચ્યા હતા. એરપોર્ટ પર સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલે સ્વાગત તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે બોટ દ્વારા સંગમની મુલાકાત લીધી અને ત્રિવેણીમાં ડૂબકી મારી હતી.
સવારે લગભગ 10 વાગ્યાના અરસામાં સંગમમાં સ્નાન કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિધિ પ્રમાણે પૂજા કરી હતી. ત્યારબાદ તેમણે મુર્મુ સંગમ ખાતે પક્ષીઓને ભોજન કરાવ્યું હતું. માતા ગંગાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નાળિયેર-ચુનરી પણ અર્પણ કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું અને દેશવાસીઓના સુખકારીને પ્રાર્થના કરી (Etv Bharat) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રયાગરાજ મુલાકાતના શેડ્યૂલ પ્રમાણે હવે તેઓ બડે હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે અને દેશવાસીઓના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે.
ડિજિટલ અનુભૂતિ સેન્ટરની પણ મુલાકાત લેશે:
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહાકુંભ વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરની મુલાકાત બાદ તેની સામે સ્થાપિત ડિજિટલ અનુભવ કેન્દ્રની પણ મુલાકાત લેશે. ડિજિટલ મહાકુંભમાં કુંભના ઐતિહાસિક વારસા અને ભારતીય સંસ્કૃતિને ટેકનોલોજી દ્વારા દર્શાવવામાં આવી છે. સમુદ્ર મંથનને ડિજિટલ અને ઓડિયો વીડિયો દ્વારા પણ જોઈ અને સાંભળી શકાય છે.
રાષ્ટ્રપતિનું સ્વાગત કરતા સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલે (Etv Bharat) રાષ્ટ્રપતિ સાંજે 6.45 કલાકે પ્રયાગરાજથી નવી દિલ્હી જવા રવાના થશે. રાષ્ટ્રપતિની આ મુલાકાત માત્ર પ્રયાગરાજ માટે ઐતિહાસિક જ નહીં પરંતુ દેશભરના શ્રદ્ધાળુઓ માટે એક પ્રેરણાદાયી ક્ષણ પણ હશે.
આ પણ વાંચો:
- પીએમ મોદીની સંગમમાં શ્રદ્ધાની ડૂબકી; અમૃતસ્નાન છોડી આજે જ મહાકુંભમાં કેમ આવ્યા?
- મહાકુંભનો 28મો દિવસ: સંગમના ઘાટ પર સ્નાન કરવા ઉમટી ભીડ, અત્યાર સુધીમાં 42 કરોડ ભક્તો સ્નાન કરી ચૂક્યા છે