ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકસભાના અધ્યક્ષ માટે ભાજપ આજે કરી શકે છે પોતાના ઉમેદવારની જાહેરાત, ઓમ બિરલા હવે ભૂતપૂર્વ સ્પીકર - lok sabha speaker election

18મી લોકસભામાં લોકસભા સ્પીકરનું પદ ખાલી થઈ ગયું છે, એટલે કે ઓમ બિરલા હવે ભૂતપૂર્વ લોકસભા સ્પીકર બની ગયા છે. NDAમાં સ્પીકરને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે આજે ભાજપ (મંગળવારે) લોકસભા સ્પીકરની ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. lok sabha speaker election

ઓમ બિરલા (ફાઈલ તસ્વીર)
ઓમ બિરલા (ફાઈલ તસ્વીર) (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 7:30 AM IST

નવી દિલ્હીઃલોકસભા ચૂંટણી 2024 બાદ સંસદનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થયું છે. પ્રથમ દિવસે નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા હતા. 18મી લોકસભાના સ્પીકરની ચૂંટણી 26 જૂને એટલે કે આવતીકાલે થઈ શકે છે. આ પહેલા લોકસભાના સ્પીકરનું પદ ખાલી થઈ ગયું છે એટલે કે ઓમ બિરલા હવે લોકસભાના પૂર્વ સ્પીકર બની ગયા છે. તે સ્પષ્ટ થઈ ગયું છે કે ઓમ બિરલાને લોકસભા અધ્યક્ષ તરીકે બીજી ટર્મ નહીં મળે.

ભારતનું રાજપત્ર (ANI)

જોકે, ભાજપે હજુ સુધી લોકસભા અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી નથી. NDAમાં સ્પીકરને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. ભાજપ મંગળવારે સ્પીકર પદના ઉમેદવારની જાહેરાત કરી શકે છે.

NDA સ્પીકર માટે આ નામો પર કરી રહી છે ચર્ચાે:એનડીએ તરફથી સ્પીકર પદ માટે ડી. પુરંદેશ્વરી, ભર્તુહરિ મહતાબ અને રાધા મોહન સિંહના નામની ચર્ચા થઈ રહી છે. ભાજપ 26 જૂને યોજાનારી ચૂંટણીના એક દિવસ પહેલા મંગળવારે પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપ સ્પીકર પદ જાળવી શકે છે. તે જ સમયે, એનડીએના સહયોગીઓમાંથી કોઈપણ એકને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં આવી શકે છે.

વિપક્ષે ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરી હતી: જ્યારે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધને સંસદીય પરંપરા મુજબ આ વખતે ડેપ્યુટી સ્પીકર પદની માંગણી કરી છે. વિપક્ષે કહ્યું છે કે જો સરકાર ડેપ્યુટી સ્પીકરનું પદ નહીં આપે તો તેઓ સ્પીકર પદ માટે પણ ઉમેદવાર ઊભા કરશે. અહીં કોંગ્રેસના નેતા અને આઠ વખતના સાંસદ કે. સુરેશને પ્રોટેમ સ્પીકર બનાવવાના વિરોધમાં સોમવારે લોકસભામાં વિરોધ પક્ષોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details