ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી જમ્મૂ-કાશ્મીરમાં ડોડામાં એક જનસભા - pm narendra modi jammu rally - PM NARENDRA MODI JAMMU RALLY

આજે PM મોદી જમ્મૂ-કાશ્મીરમાં કરશે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
આજે PM મોદી જમ્મૂ-કાશ્મીરમાં કરશે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2024, 7:47 AM IST

Updated : Sep 14, 2024, 1:34 PM IST

જમ્મુ-કાશ્મીર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે, આજથી તેઓ જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. પીએમ મોદી જનસભાઓ દ્વારા ભાજપના ઉમેદવારો માટે મત માંગશે. ચૂંટણી તારીખોની જાહેરાત બાદ પીએમ મોદી પહેલી વખત ઘાટીની મુલાકાતે આવી છે.

LIVE FEED

1:03 PM, 14 Sep 2024 (IST)

ડોડામાં એકઠી થયેલી આ ભીડ સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકશાહી અહીંના લોકોની નસોમાં છે: પીએમ મોદી

ડોડામાં રેલીને સંબોધન દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓને અને લોકો ઉમટી પડ્યાં હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, નવું જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. ડોડામાં એકઠી થયેલી આ ભીડ સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકશાહી અહીંના લોકોની નસોમાં છે. ભાજપને આશીર્વાદ આપવા આવેલા તમામ પરિવારના સભ્યોને મારી હાર્દિક શુભેચ્છાઓ.

9:00 AM, 14 Sep 2024 (IST)

50 વર્ષ બાદ પીએમ મોદી ડોડાની મુલાકાતે, રેલીને કરશે સંબોધીત

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણીને લઈને ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર પણ ચાલી રહ્યો છે. આ સંદર્ભમાં, શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરના ડોડાની મુલાકાત લેશે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2024 પહેલા જાહેર રેલીને સંબોધશે. આપને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં 18, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ પહેલા શુક્રવારે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે PM મોદી જ્યાં સભા સંબોધવના છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને પીએમ મોદીની જાહેર સભાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સિંહે કહ્યું કે લગભગ 50 વર્ષમાં કોઈ વડાપ્રધાનની ડોડાની આ પ્રથમ મુલાકાત હશે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ દૂરના વિસ્તારોને પ્રાથમિકતા આપી છે, જેના કારણે લોકોમાં ભારે ઉત્સાહ છે. ડોડામાં છેલ્લા 10 વર્ષમાં ઘણો વિકાસ થયો છે. છેલ્લા 50 વર્ષમાં કોઈ વડાપ્રધાને ડોડાની મુલાકાત લીધી નથી, પરંતુ પીએમ મોદીની મુલાકાત પછી સંદેશ જશે કે પીએમ મોદીએ દૂરના વિસ્તારોને વિકસિત વિસ્તારોની સમકક્ષ લાવવા માટે ઘણું કામ કર્યું છે.

50 વર્ષ બાદ પીએમ મોદી ડોડાની મુલાકાતે (ANI)

7:43 AM, 14 Sep 2024 (IST)

પીએમ મોદીની જમ્મુ-કાશ્મીર રેલીને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

પીએમ મોદીની રેલી પહેલા કિશ્તવાડમાં આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા છે. આવી સ્થિતિમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ પીએમ મોદી ડોડા જિલ્લામાં રેલી કરશે, જ્યાં છેલ્લા ઘણા મહિનાઓથી આતંકી હુમલા થઈ રહ્યા છે. આ રેલી ડોડા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાશે. પીએમ મોદી ચિનાબની 8 વિધાનસભાઓમાં ભાજપના ઉમેદવારોની જીત માટે જનતાને પાસેથી મત માંગશે.

Last Updated : Sep 14, 2024, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details