ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોલકાતા ટ્રેઇની ડોક્ટર રેપ-મર્ડર કેસ: CJIએ FIR દાખલ કરવાના પ્રશ્ન પર ઉઠાવ્યા સવાલ, CBI પાસેથી માગ્યો સ્ટેટ્સ રિપોર્ટ - SC Kolkata rape murder case - SC KOLKATA RAPE MURDER CASE

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર રેપ-મર્ડર કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર રેપ-મર્ડર કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 8:58 AM IST

Updated : Aug 20, 2024, 12:34 PM IST

નવી દિલ્હીઃદેશની સર્વોચ્ચ અદાલતમાં આજે કોલકાતા રેપ-મર્ડર કેસની સુનાવણી થઈ. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે આ મામલે સુનાવણી કરી ગ હતી.સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે રીતસર પશ્ચિમ બંગાળ સરકાર, આરજી કર હોસ્પિટલ તંત્ર, પોલીસ અને આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમને વેધક સવાલો કર્યા.

LIVE FEED

12:30 PM, 20 Aug 2024 (IST)

કોલકત્તા દુષ્કર્મ-હત્યા કેસમાં સુપ્રીમકોર્ટનું આકરૂ વલણ, CBI પાસેથી ગુરુવાર સુધીમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો

બેન્ચે વધુમાં કહ્યું કે, 'કોર્ટની દેખરેખ હેઠળ નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. સીબીઆઈએ ગુરુવાર સુધીમાં સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવાનું કહ્યું છે. દરમિયાન, CJIએ કહ્યું કે કોલકાતાની ઘટનાએ સમગ્ર દેશમાં ડોકટરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. અમને ડૉક્ટરોની ચિંતા છે.

સુપ્રીમ કોર્ટે FIR દાખલ કરવા પર સવાલ ઉઠાવ્યા

CJIએ FIR નોંધવામાં વિલંબ પર સવાલ ઉઠાવ્યા. તેમણે પૂછ્યું કે એફઆઈઆર દાખલ કરવામાં કેમ વિલંબ થયો. સુપ્રીમ કોર્ટે એફઆઈઆરની નોંધણી પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે એવું લાગે છે કે ગુનાની જાણ વહેલી સવારે જ થઈ હતી અને કોઈ એફઆઈઆર નોંધાઈ ન હતી. જોકે, સામે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ હકીકતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. દેશભરના તબીબોની આશા સુપ્રીમ કોર્ટની સુનાવણી પર ટકેલી છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી ડોકટરો દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ સરકારની ખાતરીથી સંતુષ્ટ નથી. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય મહત્વપૂર્ણ રહેશે.

12:13 PM, 20 Aug 2024 (IST)

કોલકાતા ટ્રેઇની ડોક્ટર રેપ-મર્ડર કેસ: સુપ્રીમકોર્ટે મમતા સરકાર અને આરજી કર હોસ્પિટલ તંત્રની ઝાટકણી કાઢી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના કોલકાતાની સરકારી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસની સુઓમોટો સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી કરી રહી છે. CJIએ કહ્યું કે કોલકાતાની ઘટનાએ સમગ્ર દેશમાં ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.

સુપ્રીમ કોર્ટની મહત્વની વાતો

FIR દાખલ કરવામાં કેમ વિલંબ થયો

ક્રાઈમ સીન કેમ સુરક્ષીત ન હતો

ગુરુવાર સુધીમાં સીબીઆઈ પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો

સુપ્રીમ કોર્ટે FIR દાખલ કરવા પર સવાલ ઉઠાવ્યા

CJIએ કહ્યું કે દેશભરના ડોક્ટરોની સુરક્ષાનો સવાલ છે

પીડિતોના નામ જાહેર કરવા પર સુપ્રીમ કોર્ટ નારાજ

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું, 'આ ડોક્ટરોની સુરક્ષાનો પ્રશ્ન છે. પ્રિન્સિપાલે ઘટનાને આત્મહત્યા કેમ ગણાવી? સરકારી હોસ્પિટલોમાં સુરક્ષા ખૂબ નબળી છે. આ બહુ ગંભીર બાબત છે. અમને ડૉક્ટરોની ચિંતા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમે ખૂબ જ ચિંતિત છીએ કે કોલકાતા રેપ પીડિતાનું નામ, ફોટો અને વીડિયો ક્લિપ દરેક જગ્યાએ પ્રકાશિત કરવામાં આવી હતી. કાયદો પીડિતોના નામ પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકે છે. શું આ રીતે આપણે જીવ ગુમાવનાર યુવાન ડૉક્ટરનું સન્માન કરી શકીએ?

Last Updated : Aug 20, 2024, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details