નવી દિલ્હીઃ અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌતે વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર વધુ એક પ્રહાર કર્યો છે. શનિવારે, કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રાહુલ ગાંધીની એક મોર્ફ કરેલી તસવીર શેર કરી હતી, જેમાં માથા પર ટોપી, કપાળ પર હળદરનું તિલક અને ગળામાં ક્રોસ પહેરેલી ચેન જોવા મળે છે.
હાલમાં સંસદમાં જાતી આધારીત વસ્તી ગણતરીને લઈને રાહુલ ગાંધીએ કરેલી રજૂઆત પર ટિપ્પણી કરવાના ભાગરૂપે કંગાનાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. અને પોતાના એક્સ હેન્ડલ પર ખુબજ વિવાદીત કહી શકાય તેવી રાહુલ ગાંધીની મોર્ફ કરેલી તસ્વીર શેર કરી છે. આ સ્ટોરી પોસ્ટ કર્યાના થોડા કલાકોમાં જ કંગના X પર ટ્રોલ થવા લાગી. તસવીરની સાથે કંગનાએ લખ્યું છે કે જ્ઞાતિવાદી એ છે જેણે જાતિ પૂછ્યા વગર જાતિની ગણતરી કરવી પડે.
કંગનાની આ પોસ્ટ પર યુઝર્સ ગુસ્સે થયા છે. ઘણા યુઝર્સે કહ્યું કે તે માત્ર ટ્રોલ છે અને સંસદના સભ્યપદ માટે અયોગ્ય છે. તે જ સમયે, કેટલાક યુઝર્સે કોંગ્રેસના નેતાઓને ટેગ કર્યા અને લખ્યું કે કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર રાહુલ ગાંધીની શરમજનક બેલ્ટ મોર્ફ કરેલી તસવીર શેર કરી છે. હવે તેમને કોર્ટમાં ખેંચવાનો સમય આવી ગયો છે, માત્ર ઓનલાઈન એફઆઈઆર પૂરતું નથી.