નવી દિલ્હી: ભારતીય રેલ્વેમાં સફર કરવા માટે કન્ફર્મ ટિકિટ મેળવવી એ એક સુખદ સ્વપ્નનું સાકાર થવા સમાન છે. ઉનાળાની રજાઓ હોય, સાતમ-આઠમ હોય કે, દશેરા-દિવાળી હોય, લોકો ટ્રેનમાં લાંબી મુસાફરી કરવા માટે મહિનાઓ પહેલા ટિકિટ બુક કરાવે છે. તેમ છતાં, માત્ર થોડાક જ લોકોને જ કન્ફર્મ ટિકિટ મળે છે. બાકીના મુસાફરોએ માત્ર વેઇટિંગ ટિકિટથી જ સંતોષ માનવો પડશે.
દરમિયાન, ભારતીય રેલવેએ શિયાળાની રજાઓ માટે ટિકિટ બુકિંગ શરૂ કરી દીધું છે. હાલમાં, નવી દિલ્હી-હાવડા, નવી દિલ્હી-પટના, નવી દિલ્હી-મુંબઈ, હાવડા-મુંબઈ, નવી દિલ્હી-ચેન્નઈ, નવી દિલ્હી-ગુવાહાટી, હાવડા ગુવાહાટી વગેરે જેવા મહત્વપૂર્ણ રૂટ પરની ઘણી ટ્રેનો વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ બતાવી રહી છે. .
આવી સ્થિતિમાં, જો તમે પણ ટિકિટ વેઇટિંગ છે, અને જો તે કન્ફર્મ ન થઈ હોય તો તમે રેલવેને કોસવા સિવાય કંઈ કરી શકતા નથી. જો કે હવે આવા મુસાફરો માટે એક સારા સમાચાર છે.
ટ્રાવેલ ગેરંટી ફીચર લોન્ચ
આપને જણાવી દઈએ કે ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ Ixigo Trains એ ટ્રાવેલ ગેરંટી નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે. જો તમે આ સુવિધાનો ઉપયોગ કરો છો અને ચાર્ટ બની ગયા પછી પણ જો તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં રહે છે, તો તમને ટિકિટની કિંમત કરતાં ત્રણ ગણી વધુ રકમ પરત મળશે.
ઈટી નાઉના એક અહેવાલ મુજબ ixigo ની 'ટ્રાવેલ ગેરંટી' સુવિધા એ વાતની ખાતરી કરે છે કે, ચાર્ટ તૈયાર કરતી વખતે વેઈટિંગ લિસ્ટ ટિકિટ વાળા મુસાફરોને તેમના ભાડાનું 3 ગણું રિફંડ મળે, જેથી તેમને ફ્લાઇટ અને બસો જેવા પરિવહનના વૈકલ્પિક માધ્યમો દ્વારા છેલ્લી ઘડીનું બુકિંગ કરવાની સુવિધા મળી શકે.
એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે, " તેનાથી મુસાફરોને તેમના ટિકિટ ભાડાનું ત્રણ ગણું રિફંડ મળે, જેનાથી યૂઝર્સને પરિવહનના અન્ય સાધનોના માધ્યમથી પોતાની યાત્રાને ફરીથી બુક કરે અને છેલ્લી ઘડીએ ભાડા વધારાથી બચવાની સુવિધા મળી શકે, આપને જણાવી દઈએ કે Ixigo IRCTCનો અધિકૃત ભાગીદાર છે.
ixigo ની 'યાત્રા ગેરંટી' કેવી રીતે કામ કરે છે?
'યાત્રા ગેરંટી' ફીચર ixigo ટ્રેન એપ પર ઉપલબ્ધ છે. મુસાફરો પસંદગીની ટ્રેનો અને વર્ગો માટે નજીવા શુલ્ક પર ‘યાત્રા ગેરંટી’ સુવિધાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો ચાર્ટ તૈયાર થયા બાદ ટિકિટ વેઈટિંગ લિસ્ટમાં રહે છે, તો ટિકિટના ભાડાના 1X મૂળ ચુકવણી મોડમાં જમા કરવામાં આવશે, જ્યારે 2X મુસાફરી ગેરંટી કૂપનના રૂપમાં રિફંડ આપવામાં આવશે, જે ixigo પર ફ્લાઇટ, ટ્રેન અથવા બસ બુકિંગમાં સરભર કરી શકાય છે.
- તત્કાલ ટિકિટ કેન્સલ થયા બાદ રિફંડ કેટલા સમય પછી મળે છે, જાણો શું કહે છે રેલવેના નિયમો?
- છેલ્લી ઘડીએ કરવા માંગો છે તત્કાલ ટિકિટ બુક, તો પહેલાં જાણો રેલવેનો આ નિયમ