નવી દિલ્હી: IPL 2024ની 59મી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પ્લેઓફની રેસમાં રહેવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ મહત્વ પૂર્ણ છે. આવી પરિસ્થિતિમાં બંને ટીમો આ મેચ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવશે. જોકે, આ મેચ ગુજરાત માટે કરો યા મરો છે, જો ગુજરાત ટાઈટન્સ આ મેચમાં વિજય ન થઈ તો ને હાર સાથે તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. આ મેચ પહેલા, બંને ટીમો વિશે વધુ માહિતી જાણો.
બંને ટીમોનું અત્યાર સુધીનું પ્રદર્શન:આઈપીએલની વર્તમાન સિઝનમાં બંને ટીમોના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો ચેન્નાઈની ટીમ 11માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ચેન્નાઈએ તેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું હતું. તે જ સમયે, 11 મેચમાંથી માત્ર 4 મેચ જીત્યા પછી, શુભમન ગીલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમ 8 પોઈન્ટ સાથે સૌથી નીચેના 10માં ક્રમાંકે છે. ગુજરાતને તેની છેલ્લી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તેથી પ્લેઓફમાં પહોંચવાનો તેનો રસ્તો હવે ઘણો મુશ્કેલ દેખાય છે.
GT vs CSK મુકાબલો:ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના રેકોર્ડ વિષે જાણીએ તો બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈએ 3-3 વખત જીત મેળવી છે. ગુજરાતે પ્રથમ 3 મેચ જીતી હતી. તો છેલ્લી 3 મેચમાં ચેન્નાઈનો વિજય થયો. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે રમાયેલી એકમાત્ર મેચમાં ચેન્નાઈએ ગુજરાતને 63 રનના માર્જિનથી હરાવ્યું હતું.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ રિપોર્ટ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચની વિશે વાત કરીએ તો તે બેટ્સમેન માટે અનુકૂળ છે. હાઈ સ્કોરિંગ મેચો અહીં જોવા મળે છે. અહીંની પીચ કાળી માટી તેમજ લાલ માટી બંનેથી બનેલી છે. લાલ માટીની પીચ સ્પિનર બોલરો માટે મદદરૂપ છે. તો કાળી માટીવાળી પીચ ઝડપી બોલરોને વધુ મદદરૂપ છે.