ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કંગનાને મેકઅપ વગર જોશો તો તેને જોવા જ નહીં આવો: મંડીમાં સભા સંબોધતા બોલ્યા હિમાચલના મંત્રી - Jagat Singh Negi on Kangana Ranaut

હિમાચલ પ્રદેશના કેબિનેટ મંત્રી જગતસિંહ નેગીએ મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રાનૌત પર નિશાન સાધ્યું છે. જગત સિંહ નેગીએ કહ્યું કે, વગર મેકઅપે કંગનાને કોઈ મળવા નહીં જાય. વિક્રમાદિત્ય સિંહે કંગનાને ફેન્સી ડ્રેસ કોમ્પિટીશન કહીને આડે હાથ લીધી હતી.

હિમાચલ પ્રદેશના કેબિનેટ મંત્રી જગતસિંહ નેગી
હિમાચલ પ્રદેશના કેબિનેટ મંત્રી જગતસિંહ નેગી (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 10, 2024, 10:53 PM IST

Updated : May 11, 2024, 10:16 AM IST

મંડી: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક દેશભરમાં હોટ સીટ બનેલી છે. મંડી સીટ પર આ વખતે 'ક્વીન' વર્સિસ 'કિંગ'નો મુકાબલો છે. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ એક બીજા પર જોરદાર નિશાન સાધી રહ્યા છે. ત્યારે રાજ્યના મંત્રી જગત સિંહ નેગીએ ભાજપના લોકસભાના ઉમેદવાર કંગના રાનૌત પર નિશાન સાધતા કહ્યું કે, કંગના રાનૌત સ્ટેજ પર ત્યારે દેખાઈ છે જ્યારે તે મેકઅપ કરીને આવે છે, સવારના સમયે વગર મેકઅપે તેમને જોવા જજો, તો કોઈ તેને જોવા નહીં આવે.

કોંગ્રેસના જગતસિંહ નેગીએ કર્યો કંગના પર કટાક્ષ: મંડીના સેરીમાં એક સભાને સંબોધતા જગતસિંહ નેગીએ કહ્યું કે, કંગના જ્યારે કિન્નૌરમાં આવી હતી, તો ભાજપ અધ્યક્ષ કિન્નૌરની શાન, આપણો તાજ, કિન્નૌરની ટોપી કંગનાને ભેટ આપવા માંગી, પરંતુ કંગનાએ તે ટોપી પોતાના નાથ પર પહેરવાની મનાઈ કરી દીધી. જે લોકો આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાને નથી માનતા, તે આપણા કેવી રીતે હોય શકે. જ્યા સુધી બોલિવુડની વાત આવે છે ત્યાં સુધી કંગના સ્ટેજ પર ત્યારે દેખાઈ છે, જ્યારે તે મેકઅપ કરીને આવે છે. સવારના સમયે જશો, તો તે મેકઅપ કર્યા વગર હશે, તો કોઈ તેને જોવા નહીં આવે. અમારે તેના રૂપ રંગથી કોઈ લેવા-દેવા નથી. તેની બુદ્ધી અને ક્ષમતાની વાત કરવી છે. ક્ષમતા તો આપે જોઈ જ લીધી છે કે, તે કેવા પ્રકારની વાતો કરે છે.

વિક્રમાદિત્ય સિંહની ફેસબુક પોસ્ટ: બીજી તરફ મંડી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહે પણ ફેસબુક પોસ્ટ શેર કરતા કંગના રાનૌત પર કટાક્ષ કર્યો છે. વિક્રમાદિત્ય સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે અલગ-અલગ વિસ્તારોમાં જઈને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન કરીને લોકો દિલ જીતી શકાતા નથી. તેના માટે પંથકનો ઈતિહાસ, ભૂગોળ અને ધરાતલની સ્થિતિ પણ ખબર હોવી જોઈએ. અમારી મંડી લોકસભા બેઠકના વિસ્તારનો વિકાસ બિલ્કુલ સ્પષ્ટ છે અને આવનારા સમયમાં આ વિસ્તાર દેશનો નંબર વન વિસ્તાર હશે.

મંડી બેઠક પર 1 જૂને મતદાન: મહત્વપૂર્ણ છે કે, મંડી સહિત હિમાચલ પ્રદેશની ચાર લોકસભા બેઠક પર 1 જૂને મતદાન થવાનું છે. ભાજપ તરફથી કંગના રાનૌતને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી વિક્રમાદિત્ય સિંહને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે જેના પગલે મંડી લોકસભા બેઠક સમગ્ર દેશમાં હોટ સીટ બની ગઈ છે. ક્વીન વર્સિસ કિંગના મુકાબલામાં દેશભરના લોકોની નજર મંડાયેલી છે. બંને પક્ષના ઉમેદવારો વચ્ચે આરોપ- પ્રત્યારોપનો સિલસિલો ચાલી રહ્યો છે. વિક્રમાદિત્ય સિંહે 9 મેના રોજ મંડી બેઠક પર ઉમેદવારીપત્ર ભર્યુ હતું જ્યારે કંગના આગામી 14મેના રોજ ઉમેદવારી પત્ર ભરશે.

Last Updated : May 11, 2024, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details