હૈદરાબાદ: કોઇ પણ વ્યક્તિની ઉત્કૃષ્ટતા અને નિડરતા તેના કામમાં હોવી જોઇએ. સોશિયલ મીડિયામાં થોડા દિવસથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ વાનને નદી પાર કરાવવા માટે જે રીત અપનાવે છે કે તે કોઈ ફિલ્મી સ્ટંટથી ઓછો નથી.
થોડી જ સેકન્ડમાં વાન જમીન પર
વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક વાનને લાકડાના પાટીયાના સહારે એક ડ્રાઇવર નદી પાર કરાવવાની કોશિશ કરાવી રહ્યો છે. તેની નિડરતા જોઇને લોકો તેને હેવી ડ્રાઇવર કહી રહ્યા છે અને તેની કુશળ ડ્રાઇવિંગની પ્રશંસા કરી રહ્યા છે. એટલું જ નહીં ડ્રાઇવરે તેને થોડી જ સેકન્ડમાં વાનને જમીન પર ઉતારી દીધી હતી.
વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક મોટી હોડી પાણીમાં છે. જેમાંથી એક મોટી વાનને ઉતારવામાં આવી રહી છે. એ પણ 2 લાકડાના પાટીયાના સહારે, તમને જણાવી દઇએ કે, હોડીમાંથી ગાડીને જમીન તરફ જતા ટાયરના અંતર પ્રમાણે પટ્ટા લગાવવામાં આવ્યા છે. જ્યાં હૈવી ડ્રાઇવર ગાડીને એ પાટીયા પર ગાડીને ઉભી કરે છે.
2 લાખ 98 હજારથી વધારે લોકોએ જોયો વીડિયો
દરમિયાન આ વાન દોરડા સાથે બાંધેલી હતી. પછી શું, ડ્રાઇવરે પોતાના અનુભવથી વાનને ફક્ત 5 સેકન્ડમાં હોડીમાંથી જમીન પર ઉતારી દીધી હતી, આ વીડિયો @Tiwari_Saab નામના X યુઝરે પોસ્ટ કરી હતી. જેના કેપ્શનમાં લખ્યું હતું. કસમથી બહુ જ હૈવી ડ્રાઇવર છે, ખૂબ જ પ્રગતિ કરશો બેટા. વીડિયો અત્યાર સુધીમાં 2 લાખ 98 હજારથી વધુ લોકોએ જોઈ લીધો છે.
આ પણ વાંચો:
- "31 માર્ચ, 2026 પહેલા નક્સલવાદનો અંત આવશે": અમિત શાહ
- અમદાવાદથી આબુ માત્ર અઢી કલાકમાં, જાણો વંદે ભારત ટ્રેનનો ટાઈમ અને ટિકિટ ભાડું