નવી દિલ્હી: ભારત હવામાન વિભાગ (IMD)ની આગાહી પ્રમાણે જ્યારે કેટલાક વિસ્તારોમાં ગરમ પવન અને શુષ્ક હવામાન રહેશે, તો અન્ય વિસ્તારોમાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 5 એપ્રિલે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જે સિઝનના સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સરેરાશ કરતા એક ડિગ્રી વધારે છે. IMD એ આજે દિલ્હીમાં વાદળછાયું આકાશ અને તેજ પવન સાથે ઝરમર વરસાદની આગાહી કરી છે.
કર્ણાટક, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં આજે અને આવતીકાલે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. વેધર બુલેટિન અનુસાર, ઓડિશા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આજે અને આવતીકાલે ગરમ રાત્રિની સ્થિતિ રહેશે, આજે છત્તીસગઢમાં પણ આવી જ સ્થિતિ રહેશે.
આ સિવાય કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં 8 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની અપેક્ષા છે. કર્ણાટક પણ શનિવાર સુધી ગરમ અને ભેજવાળી સ્થિતિનો અનુભવ કરશે, જ્યારે ગોવામાં 7 એપ્રિલ સુધી સમાન સ્થિતિ રહેશે.
ઉત્તર-પૂર્વના રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી છ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન અરુણાચલ પ્રદેશમાં તોફાન અને વીજળી પડવાની સંભાવના છે, 7 એપ્રિલ સુધી ભારે વરસાદની સાથે શનિવારે ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે.
આ સિવાય આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં અને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં આગામી ચાર દિવસમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. 7 અને 8 એપ્રિલે બિહારમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
- EMIમાં કોઈ રાહત નહિ, RBIએ સાતમી વખત રેપો રેટ 6.5 ટકા યથાવત રાખ્યો - RBI MPC Meeting 2024 Updates
- આ ભારતીય કંપની વિશ્વની ત્રણ સૌથી વધુ પ્રદૂષણ કરતી કંપનીઓમાં સામેલ, જાણો કઈ - World Most Polluting Companies