મુંબઈ:પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે 72 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. લાંબા સમયથી તેઓ બિમાર હતા.
પંકજ ઉધાસ 'આહત' નામના ગઝલ આલ્બમથી કારકિર્દીની શરુઆત કરી હતી. પંકજ ઉધાસનો જન્મ ગુજરાત રાજ્યના જેતપુરમાં થયો હતો. તેમના બે ભાઈ છે. તેમના મોટા ભાઈ મનહર ઉધાસે હિન્દી ફિલ્મમાં પ્લેબેક સિંગર તરીકે નામના મેળવી હતી.
પંકજ ઉધાસની કારકિર્દી: રાજકોટની સંગીત નાટ્ય અકાદમીમાં ચાર વર્ષ સુધી તબલા વગાડવાની કલા શીખ્યા પછી, પંકજે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બેચલર ઑફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. ભારત-ચીન યુદ્ધ દરમિયાન પંકજના મોટા ભાઈ મનહર ઉધાસનો સ્ટેજ શો ચાલી રહ્યો હતો. આ દરમિયાન પંકજે સ્ટેજ પર 'એ મેરે વતન કે લોગોં' ગીત ગાયું હતું. આ ગીતથી ખુશ થઈને એક દર્શકે પંકજને 51 રૂપિયાનું ઈનામ આપ્યું. હિન્દી સિનેમામાં વધુ સફળતા ન મળતા પંકજ કેનેડા ગયા હતા.
પંકજ ઉધાસના ગીત:વિદેશથી પરત ફર્યા બાદ પંકજે વર્ષ 1980માં તેમનું પહેલું ગઝલ આલ્બમ 'આહત' બહાર પાડ્યું હતું. હિન્દી સિનેમામાં પંકજ ઉધાસની ગઝલો ખુબ જ ફેમસ છે. તેમના આલ્બમમાં આહત, નશા, મકરર, તરન્નમ, મહેફિલમ, શામખાના સામેલ છે. પંકજ ઉધાસના ગીતની વાત કરીએ તો મન્ને કી અમ્મા યે તો બતા, ગા મેરે સંગ પ્યાર કા ગીત નયા, યાદ આયી યાદ આયી ભૂલી વો કહાની ફિર યાદ આયી, ના કજરે કી ધાર, દિલ જબ સે ટૂટ ગયા, તેરી આશિકીનો સમાવેશ થાય છે.
પંકજ ઉધાસના લગ્ન:ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતી વખતે પંકજને ફરીદા નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યાર બાદ બન્ને એકીજાને ડેટ કરતા હતા. ત્રણ આલ્બમ લોન્ચ થયા પછી પંકજ જ્યારે ગાયકીની દુનિયામાં પ્રખ્યાત થયા ત્યારે તે ફરીદાના પિતા પાસે તેનો હાથ માંગવા ગયા હતા. આ પછી પંકજ અને ફરીદાએ તારીખ 11 ફેબ્રુઆરી 1982ના રોજ લગ્ન કર્યા હતા.
પંકજ ઉધાસના પુરસ્કાર:પંકજ ઉધાસને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમના પુરસ્કાર શ્રેષ્ઠ ગઝલ ગાયક તરીકે કેએલ સાયગલ પુરસ્કાર, ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વાર સન્માન, ઈન્દિરા પ્રિયદર્શની પુરસ્કાર, પ્રસ્તુત ઉત્કૃષ્ટ કલાત્મક પુરસ્કાર, મુંબઈ ખાતે પ્રસ્તુત સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠતા માટે પુરસ્કારર, એમટીવી ઈમીઝ એવોર્ડ. આ પ્રકારના પંકજને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે.
- HBD Ahmedabad: હેરિટેજ સિટી અમદાવાદ વૈશ્વિક શહેર હતું...અને રહેશે, આજે અમદાવાદનો 614મો સ્થાપના દિવસ
- Bharat Tex 2024 : પીએમ મોદી દ્વારા ભારત ટેક્સ 2024 નો પ્રારંભ, શું છે આ ઇવેન્ટ સમજો