ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુરતમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરિણામ જોયા બાદ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા - Class 10 result declared

જેની આતુરતાથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી જતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેબસાઈટ અને વ્હોટ્સ એપ પરથી રીઝલ્ટ જોયા પછી વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

Etv Bharatસુરતમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરિણામ જોયા બાદ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા
સુરતમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરિણામ જોયા બાદ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 9:38 AM IST

Updated : May 11, 2024, 10:16 AM IST

સુરત: ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેની આતુરતાથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી જતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેબસાઈટ અને વ્હોટ્સ એપ પરથી રીઝલ્ટ જોયા પછી વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સુરત શહેરના આશાદીપ શાળાના વિદ્યાર્થીઓએ આ વખતે શહેરમાં સૌથી વધુ સારા રિઝલ્ટ પ્રાપ્ત કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જે પણ રીઝલ્ટ આવ્યા છે તેના કરતા આ વખતે સૌથી સારુ રિઝલ્ટ આવતા વિદ્યાર્થીઓ પોતાને ડીજેના તાલે ઝૂમવા રોકી શક્યા નહોતા. સવારે રીઝલ્ટ આવતાની સાથે જ વિદ્યાર્થીઓ પોતાની શાળા પહોંચી ગયા હતા અને સારા પરિણામ જોઈ તેવો ઝૂમી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં જે પરિણામ આવ્યું હતું તેના કરતાં આ વખતે 17.94% પરિણામ વધ્યું છે. ગુજરાતમાં સારા પરિણામ ધરાવનાર જિલ્લાઓમાં સુરત જિલ્લો બીજા ક્રમે છે. આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓમાં છોકરીઓ સૌથી વધુ આગળ છે.

  1. કચ્છ જિલ્લાનું સામાન્ય પ્રવાહ 94.23 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 84.32 ટકા પરિણામ - Kutch district board exam result
  2. ધો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, પરિણામ આવતા જ વિદ્યાર્થીઓ ખુશ - 12th board result
Last Updated : May 11, 2024, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details