ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લાંબા સમયથી પેન્ડિંગ કેસને ઉકેલવા જરૂરી, કાનૂની પ્રક્રિયા નાગરિકો માટે કષ્ટકારી ન હોવી જોઈએ: જસ્ટિસ ખન્ના - CJI SANJIV KHANNA

જસ્ટિસ સંજીવ ખન્નાએ મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમના પ્રથમ દિવસે 45 કેસોની સુનાવણી કરી અને તેમને શુભેચ્છા આપવા બદલ વકીલો અને બાર નેતાઓનો આભાર માન્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સંજીવ ખન્નાને ભારતના મુખ્ય ન્યાયાધીશના પદના શપથ લેવડાવ્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સંજીવ ખન્નાને ભારતના મુખ્ય ન્યાયાધીશના પદના શપથ લેવડાવ્યા (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2024, 10:54 PM IST

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાએ પદ સંભાળ્યા બાદ સોમવારે કહ્યું હતું કે, તમામ નાગરિકો માટે ન્યાયની સુધી સરળતાથી પહોંચ સુનિશ્ચિત કરવી એ સંવેધાનિક કર્તવ્ય છે, અને તેમના કાર્યકાળ દરમિયાન તેમની પ્રાથમિકતાઓની રૂપરેખા આપતા, કેસના બેકલોગને ઉકેલવા, અદાલતમાં દાવો માંડવો સસ્તું અને સુલભ કરવું, અને જટિલ કાનૂની પ્રક્રિયાઓને પણ સરળ બનાવવા પર ભાર મૂક્યો હતો.

CJI એ જણાવ્યું હતું કે, "તેમનું લક્ષ્ય એક વ્યવસ્થિત દ્રષ્ટિકોણ અપનાવવા અને ન્યાય આપવાના તંત્રને સ્થાપિત કરીને કેસના સમયને ઓછો કરવાનો છે, જેથી આ સુનિશ્ચિત કરી શકાય કે, "કાયદાકીય પ્રક્રિયા નાગરિકો માટે કષ્ટદાયક ન હોય".

CJI એ એક નિવેદનમાં કહ્યું: "ન્યાયતંત્ર એ શાસન પ્રણાલીનો અભિન્ન, છતાં અલગ અને સ્વતંત્ર ભાગ છે." જસ્ટિસ ખન્નાએ કહ્યું કે બંધારણ આપણને "બંધારણીય સંરક્ષક, મૂળભૂત અધિકારોના રક્ષક અને ન્યાયના સેવા પ્રદાતા બનવાનું મહત્વપૂર્ણ કાર્ય પૂરું કરવાની જવાબદારી" આપે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમવારે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ ખન્નાને પદના શપથ લેવડાવ્યા હતા. તેમનો કાર્યકાળ 13 મે, 2025 સુધી ચાલશે. CJIએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "સમાન વ્યવહાર પ્રદાન કરવાના સંદર્ભમાં ન્યા પ્રદાન કરવાની રૂપરેખા માટે તમામને સફળ થવાનો ઉચિત અવસર પ્રદાન કરવો આવશ્યક છે, પછી તેમની સ્થિતિ, ધન અથવા શક્તિ કંઈપણ હોય, અને ન્યાયપૂર્ણ અને નિષ્પક્ષ ન્યાયનિર્ણય હોય. આ આપણા મૂળ સિંદ્ધાતોને દર્શાવે છે."

CJI એ જણાવ્યું હતું કે, કોર્ટને સોંપવામાં આવેલી જવાબદારી "નાગરિકોના અધિકારોના રક્ષક અને વિવાદ સમાધાનકર્તાના રૂપમાં આપણી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. આપણા મહાન રાષ્ટ્રના તમામ નાગરિકોને ન્યાય મેળવવાની સરળતા સુનિશ્ચિત કરવાની આપણી બંધારણીય ફરજ છે".

CJI એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લાંબા સમયથી પેન્ડિંગ કેસને ઉકેલવા, દાવો માંડવાનું સસ્તું અને સુલભ બનાવવાની અને જટિલ કાનૂની પ્રક્રિયાઓને સરળ બનાવવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, નાગરિક-કેન્દ્રિત એજન્ડા સાથે, અદાલતોને સુલભ અને વપરાશકર્તા માટે મૈત્રીપૂર્ણ બનાવવી મહત્વપૂર્ણ છે.

CJIએ કહ્યું કે, નાગરિકો માટે ચુકાદાઓને સમજી શકાય તેવા બનાવવા અને મધ્યસ્થતાને પ્રોત્સાહન આપવું તે તેમની પ્રાથમિકતા હશે. નિવેદનમાં તેમણે જણાવ્યું કે, "મુખ્ય ન્યાયાધીશે ફોજદારી કેસ મેનેજમેન્ટ પર કેન્દ્રિત સુધારાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમનો હેતુ એક વ્યવસ્થિત અભિગમ અપનાવીને ટ્રાયલની અવધિ ઘટાડવા પર કામ કરવાનો છે, તથા એ સુનિશ્ચિત કરવાનો છે કે ન્યાય પ્રદાન કરવાની પ્રણાલી તેયાર કરવાનો છે કે કાયદાકીય પ્રક્રિયા નાગરિકો માટે કષ્ટકારી ન હોય, જે તેમની સર્વોચ્ચ પ્રાથમિક્તાઓમાંથી એક છે.

જસ્ટિસ સંજીવ ખન્નાએ ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે તેમના પ્રથમ દિવસે 45 કેસોની સુનાવણી કરી અને તેમને શુભેચ્છા આપવા બદલ વકીલો અને બાર નેતાઓનો આભાર માન્યો. કોર્ટરૂમમાં, સીજેઆઈનું બાર નેતાઓ અને ભૂતપૂર્વ એટર્ની જનરલ અને વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સહિતના વકીલો તરફથી ઉત્સાહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

  1. ઉદયપુર કન્હૈયા લાલ હત્યા કેસ: આરોપી અને NIAને સુપ્રીમ કોર્ટની નોટિસ
  2. હરિદ્વાર 'ગંગા દીપોત્સવ'માં 3 લાખ દીવાઓથી ઝળહળ્યા ઘાટ, ભજન ગાયક કન્હૈયા મિત્તલે શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધઃ ડ્રોન શોનો Video

ABOUT THE AUTHOR

...view details