ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Blood Donate: રમઝાનમાં નેકી, એક ગ્લાસ પાણી પીઈને તોડ્યા રોઝા, પછી બચાવ્યો હિન્દુ મહિલાનો જીવ - chhatarpur hindu muslim unity

રમઝાનમાં રોઝા હોવા છતાં, એજાઝ અલીને જ્યારે જાણ થઈ કે, તેમના દુર્લભ બ્લડ ગ્રુપની કોઈને જરૂર છે અને 50 કિલોમીટર દૂર હોવા છતાં, તેઓ એક ક્ષણ પણ બગાડ્યા વગર છતરપુર માટે રવાના થઈ ગયા.

Blood Donate
Blood Donate

By ETV Bharat Gujarati Team

Published : Mar 17, 2024, 9:36 PM IST

છતરપુર:હિન્દીના જાણીતા કવિ મોહમ્મદ ઈકબાલની આ પંકતિ મઝહબ નહીં શિખાતા આપસ મે બૈર રખના, લગભગ સૌ કોઈએ વાંચી કે સાંભળી હશે, અથાર્ત ધર્મ નથી શીખવતો પરસ્પર વેરભાવ રાખવો, હિન્દુસ્તાન આપણો છે” હિંદુ-મુસ્લિમ એકતાનું આવું જ ઉદાહરણ મધ્યદેશના છતરપુર જિલ્લામાં જોવા મળ્યું. એજાઝ અલીએ 50 કિલોમીટર દૂરથી પહોંચીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ એક હિન્દુ મહિલાનો જીવ બચાવ્યો હતો.

દુર્લભ બ્લડ ગ્રુપ AB નેગેટિવની હતી જરૂરિયાત: વિનીતા સેન નામની મહિલાને છત્તરપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેનું ગર્ભાશયનું ઓપરેશન થવાનું હતું. મહિલાને સતત લોહી વહી રહ્યું હતું, જેના કારણે શરીરમાં લોહીની અછત વર્તાવા લાગી. ડૉક્ટરોએ વિનીતાના પતિ નંદરામ સેનને લોહીની વ્યવસ્થા કરવા કહ્યું. વિનીતાનું બ્લડ ગ્રુપ એબી નેગેટિવ હતું જે ખૂબ જ દુર્લભ બ્લડ ગ્રુપ છે. તે સમયે આ બ્લડ ગ્રુપ જિલ્લા હોસ્પિટલમાં ન હતું.

રફત ખાને કર્યો એજાઝનો સંપર્ક :જ્યારે એબી નેગેટિવ બ્લડ ગ્રુપ ક્યાંય ન મળ્યું, ત્યારે જિલ્લા હોસ્પિટલના બ્લડ બેંક સ્ટાફે રફત ખાનનો સંપર્ક કર્યો, જે આપા હુઝૂર નામથી રક્તદાન સેવા ચલાવે છે. રફત ખાને પણ એબી નેગેટિવ બ્લડ શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે શોધી શક્યા નહીં. રફતને ખબર પડી કે રાજનગરમાં રહેતા એજાઝ અલીનું બ્લડ ગ્રુપ એબી નેગેટિવ છે, ત્યારબાદ એજાઝનો સંપર્ક કરવામાં આવ્યો અને તેણે તરત જ બ્લડ ડોનેટ કરવા માટે સંમતિ આપી.

પાણી પીઈને ખોલ્યું રોજુ અને પછી રક્તદાન કર્યુ:32 વર્ષના એજાઝ અલી છત્તરપુરના લગભગ 50 કિલોમીટર દૂર રાજનગરમાં રહે છે. જ્યારે એમને જાણ થઈ કે જિલ્લા હોસ્પિટલમાં એક ગરીબ મહિલા દાખલ છે અને તેને એબી નેગેટિવ બ્લ્ડની જરૂરિયાત છે અને તે ક્યા નથી મળી રહ્યું તો તેણે ખાનગી વાહનથી ત્યાં પહોંચીને હોસ્પિટલની પાસેની મસ્જિદમાં નમાઝ અદા કરી અને પાણી પીઈને રોઝા ખોલ્યા.અને ત્યાર બાદ સીધા હોસ્પિટલ પહોંચ્યા અને તેમણે મહિલા વિનીતા માટે એક યૂનિટ રક્તદાન કર્યુ અને તેનો જીવ બચાવ્યો.

માનવતાથી વધીને કંઈ નહીં:એજાઝ અલીને કહેવું છે કે, ધર્મ કોઈ પણ હોય માનવતાથી વધુ કંઈ નથી, રમઝાન માસમાં કોઈપણ વ્યક્તિનો જીવ બચાવવાથી વધુ પુણ્ય કંઈ નહીં હોય શકતું.

  1. Dangerous Dog Breeds : કેન્દ્ર સરકારે 23 ખતરનાક શ્વાનોની જાતિઓના બ્રિડિંગ પર પ્રતિબંધ મૂક્યો, જુઓ યાદી
  2. OTT Platforms : અશ્લીલ કન્ટેન્ટ પીરસતા માધ્યમ પર I&B મંત્રાલયની લાલ આંખ, 18 OTT પ્લેટફોર્મ બ્લોક કર્યા

ABOUT THE AUTHOR

...view details